Wednesday, September 29, 2021
Homeકોરોનાની કામ પર અસર : મોહિત મલિકે કહ્યું, ‘હું ઘરે બેસીને રાહ...
Array

કોરોનાની કામ પર અસર : મોહિત મલિકે કહ્યું, ‘હું ઘરે બેસીને રાહ ના જોઈ શકું, મારે ગુજરાન ચલાવવાનું છે’

ટીવી એક્ટર મોહિત મલિક હાલમાં જ પિતા બન્યો છે. હાલ તે પેટરનિટી બ્રેકમાંથી બહાર આવવા માટે તૈયાર છે અને પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સ સિલેક્ટ કરી રહ્યો છે. મોહિતે કહ્યું, હું ઘરે નવરો ના બેસી શકું કારણકે મારે ગુજરાન ચલાવવાનું છે આથી મારે ઘરથી બહાર નીકળીને કમાવવું જ પડશે.

મોહિત તેના દીકરા એકબિર સાથે વ્યસ્ત રહે છે
એક્ટરે જણાવ્યું, હું મારા દીકરા સાથે ઘણો બિઝી રહું છું. હું અદિતિની પ્રેગ્નન્સીના બે મહિના પહેલાં અને છેલ્લા મહિના દરમિયાન ઘરે રહેવા માગતો હતો. હવે હું કમબેક કરવા માગું છું. લોકોને મળી રહ્યો છું. જો મને કઈ ગમશે, તો તે કામ કરીશ.

દરેક સાવચેતી સાથે કમબેક
ઘરે નાનું બાળક હોય, સેટ પર જવાનું અને માસ્ક વગર શૂટિંગ કરવામાં મોહિતને ચિંતા થાય છે. તેણે કહ્યું, હું ગભરાયેલો છું. પરંતુ અંતે તો આપણે બધાએ જે કામ કરવાનું હોય છે તે કરવું જ પડે છે. મારે સેટ પર જવાનું છે અને ઘર ચલાવાનું છે. બધાનું વેક્સિનેશન જલ્દી થઈ જશે અને હું પણ સેટ પર દરેક વસ્તુનું ધ્યાન રાખીશ. હું સેટ પર જઈશ અને કામ પણ કરીશ. હું ઘરે બેસી રહીશ તો ઘર કોણ ચલાવશે? તમે માત્ર ઘરે બેસીને ઈન્સ્ટાગ્રામ ના વાપરી શકો.

વેબ સિરીઝમાં કામ કરવા તૈયાર
બનું મેં તેરી દુલ્હન, ડોલી અરમાનો કી, મિલી, કુલ્ફી કુમાર બાજેવાલા જેવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલા મોહિતે નચ બલિયે અને ઝલક દિખ લા જા જેવા ડાન્સ રિયાલીટી શોમાં પણ ભાગ લીધો છે. હવે તે વેબ પર કામ કરવાનું વિચારી રહ્યો છે.

મોહિતે કહ્યું, મેં 14 વર્ષના લાંબા કરિયરમાં ખૂબ મહેનત કરી છે. હું ટીવી છોડવા, સ્વિચ કરવા કે તે માટે પ્રયત્ન કરવામાં એક વર્ષનો ગેપ રાખવા માગતો નથી. હું વેબમાં કામ કરવા તૈયાર છું પણ ટીવી છોડવા માગતો નથી. નાના પડદાનાં ફેન્સ મને ઓળખે છે. કંઇક એવું કામ જે મને ખુશ કરે, રાતે સુવા ના દે. જો કામમાં ઉત્સાહ નહીં હોય તો તે બોરિંગ બની જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments