દિયોદર : કોરોનાના કહેર વચ્ચે અનેક ગામડાંઓમાં ગ્રામ પંચાયતો દ્વારા મહત્વપુર્ણ નિર્ણય, વાહનોની અવરજવર માટે રસ્તા કરાયા બંધ..

0
4
કોરોના ના કહેર વચ્ચે  અનેક ગામડાંઓ માં ગ્રામ પંચાયતો દ્વારા મહત્વપુર્ણ નિર્ણય,.. વાહનો ની અવરજવર માટે રસ્તા કરાયા બંધ..
સમગ્ર વિશ્વમાં અને ભારત માં કોરોના વાયરસ ની મહામારી નો કહેર ઝડપી ફેલાઈ રહ્યો છે. ગુજરાત માં પણ કોરોના અજગરી ભરડો લઈ રહ્યો છે આજ દીવસ સુધી બનાસકાંઠામાં એક પણ કોરોના પોજિટીવ ન્હોતો પણ છેલ્લા  કલાકો માં બનાસકાંઠામાં પણ બે પોજિટીવ કેસ નોંધાઈ ચૂક્યા આ વિષય ની ચિંતા ને લઈને જિલ્લાના સરહદી વિસ્તારનાં પણ તમામ ગામડાઓ સર્તક બન્યા છે.
ઉપરોક્ત વિષય ને ધ્યાન માં રાખી ને આજે દિયોદર તાલુકાના  વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં પણ ગામની બહારના લોકો અવર-જવર ના કરે તે માટે તમામ રસ્તાઓ સીલ કરી નાકાબંધી કરવામાં આવી છે, બહાર ગામથી આવતા વાહન વ્યવહાર અને લોકોને ગામમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે,દિયોદર તાલુકા ના પાલડી,ચિભડા, ઓઢા, લવાણા, મખાણુ સહિત અનેક ગ્રામીણ વિસ્તારોમાં સરપંચો દ્વારા કમિટી બનાવી લોકડાઉન નો ચુસ્ત પણે પાલન થઈ રહ્યું છે…
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here