મહત્વપૂર્ણ નિર્ણય – સરકાર જન્મ-મરણની નોંધણીની લેટ ફી જતી કરશે, 4 માર્ચથી 31 જુલાઇ સુધી નિર્ણય લાગૂ

0
7
  • સામાન્ય રીતે 21 દિવસમાં જન્મ-મરણની નોંધણી કરાવવી ફરજિયાત
  • લોકડાઉનના કારણે લોકો જન્મ-મરણની નોંધણી કરાવી શક્યા ન હતા

સીએન 24,ગુજરાત

ગાંધીનગરકોરોના મહામારીના પગલે 25 માર્ચથી 31 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. જેના કારણે અનેક સરકારી કામકાજો ઠપ થઇ ગયા હતા. જેના કારણે એ સમયગાળા દરમિયાન જન્મ-મરણની નોંધણી થઇ શકી ન હતી. જોકે 1 જૂનથી અનલોક-1 લાગૂ કરવામાં આવતા પુનઃ સરકારી કચેરીઓ ધમધમવા લાગી છે, ત્યારે 4 માર્ચથી 31 જુલાઇ સુધી જન્મ-મરણની નોંધણીની લેટ ફી જતી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

એફિડેવિટ કરવામાંથી પણ મુક્તિ અપાઈ
સામાન્ય રીતે જન્મ-મરણની નોંધણી 21 દિવસની અંદર કરાવવાની રહે છે. ત્યારબાદ જન્મ કે મરણના 22થી 30 દિવસમાં લેટ ફી ભરીને નોંધણી કરાવી શકાય છે. પરંતુ જો 30 દિવસથી વધુનો સમય થાય તો સોંગદનામુ કરીને નોંધણી કરાવવાની રહે છે. પરંતુ માર્ચ મહિનામાં કોરોનાના ચેપે દસ્તક દેતા સાવચેતીના ભાગરૂપે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે નિયત 21 દિવસની અંદર લોકો જન્મ અને મરણની નોંધ કરાવી શક્યા ન હતા. તેવામાં 30થી વધુ દિવસ થયા હોય તો એફિડેવિટ(સોંગદનામુ) કરીને નોંધણી કરવાની જોગવાઈ છે. જે વાતને ધ્યાને લેવામાં આવી છે અને 4 માર્ચથી 31 જુલાઇ સુધીમાં થયેલા કે થનારા જન્મ-મરણની નોંધ માટે એફિડેવિટ કરવામાંથી મુક્તિ તથા નોંધણી માટેની લેટ ફી જતી કરવાનો નિર્ણય  કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here