ફી મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો, ખાનગી શાળા માત્ર આ ફી જ વસૂલી શકશે

0
8

કોરોનાની મહામારી વચ્ચે વાલીઓ માટે શાળાની ફીનો મુદ્દો મહત્ત્વનો હતો. વાલીઓ ફી માફી માટે સોશિયલ મીડિયા પર ડિજિટલ આંદોલનનો પણ શરૂ કર્યા છે. તો બીજી તરફ સરકાર સમક્ષ તમામ શાળાઓ ફી માફી કરે તેવી માંગણી પણ કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ તરફથી ખાનગી શાળાઓની ફી મામલે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર ખાનગી શાળાની ફી મુદ્દે હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટના ચૂકાદાથી વાલીઓને ખૂબ મોટી રાહત મળી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, શાળાઓ ટ્યુશનથી સિવાયની અન્ય કોઈ પણ પ્રકારની ફી વાલીઓ પાસેથી વસૂલી શકશે નહીં અને ફી બાબતે વાલીઓ માટે શાળા દ્વારા સરળ હપ્તાની વ્યવસ્થા કરવામાં આવે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી અંદર સૌથી વધારે અસર જો કોઈ હોય તો તે શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણને થઈ છે. કોરોનાની મહામારીના કારણે દેશમાં 60 દિવસ જેટલો સમય લોકડાઉન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ હવે લોકોના ધંધા ઉદ્યોગો શરૂ થયા છે તે પણ નહીંવત છે. કોરોના પહેલા પણ આર્થિક મંદી હતી અને હવે કોરોનાના કારણે ધંધા ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે. જેના કારણે મધ્યમવર્ગના લોકોને હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકાર દિશાવિહીન છે. તેમને આ બાબતે કોઈ નિર્ણય કર્યો નથી અને તેમને સંચાલકોની તરફેણ કરી છે. ગુજરાતમાં શિક્ષણનો વેપાર બંધ થવો જોઈએ અને સામાન્ય વર્ગને મદદ કરવી જોઈએ.

વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે આ બાબતે જણાવ્યું હતું કે, વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જે PIL દાખલ કરવામાં આવી હતી તેમાં ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, સેલ્ફ ફાયનાન્સ શાળા, સરકાર અને વાલી મંડળ સાથે બેસીને ફી બાબતે કોઈ નિરાકરણ લાવે. બાળકે એક્ટિવિટી લીધી છે તેને માન્ય રાખવામાં આવશે અને બાળક જો કોઈ એક્ટિવિટી નથી લીધી તેની ફી માફ કરવામાં આવે. એટલે વાલીઓને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે અને જે એક્ટિવિટી વપરાય નથી તેમાંથી માફી મળી છે. શાળાની ફીની બાબત છે તે હવે સરકાર પર આધારિત છે. સરકાર શાળાના સંચાલકો અને વાલીઓ સાથે બેઠક કરી શું નિર્ણય લે છે, તે તમામ રાજ્ય સરકાર પર આધારિત છે અને હાઈકોર્ટે પણ રાજ્ય સરકારના આ બાબતે નિર્ણય લેવા કહ્યું છે. એટલા માટે હવે સરકારની સાથે વાલીમંડળ, શાળાના સંચાલકો અને હાઈસ્કૂલના સંચાલકો બેઠક કરી બેઠકમાં નક્કી કરશે કે કેટલી ફી લેવી અને કેટલી ન લેવી. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બધી શાળાની કેટેગરી અલગ છે. એટલા માટે ગ્રાન્ટેડ શાળાઓની ફી માફી અલગ આવશે અને સેલ્ફ ફાયનાન્સ શાળાઓની ફી માફી અલગ આવશે.