બેસવાની ખોટી રીતથી માથું, ગરદન અને પીઠનો દુખાવો થાય છે, તેનાથી કરોડરજ્જુ પર 6 ગણું વધુ દબાણ પડે છે.

0
8

મેયો ક્લિનિકના રિસર્ચના અનુસાર, જો તમારું માથું 60 ડિગ્રી સેલ્સિયસ સુધી આગળ નમેલું હોય તો કરોડરજજુ પર લગભગ 27 કિલો જેટલા વજનનો ભાર પડે છે. આ ખરાબ પોશ્ચરથી શરીરના ઘણા ભાગ પર ખરાબ અસર પડે છે.

આ સમસ્યા દર્શાવે છે કે પોશ્ચર ખરાબ છે

શરીરનું પોશ્ચર ખરાબ થવાથી તેની અસર પીઠના સ્નાયુઓ પર પડે છે. આ દબાણ ચેતા દ્વારા માથા, ગરદન, પીઠ અને ખભા સુધી પહોંચે છે. આવું થવાથી માથામાં દુખાવો, જડબામાં દુખાવો, ગરદન અને પીઠનો દુખાવો, ખભામાં દુખાવો, ઘૂંટણ અને હિપ્સ અને પંજામાં દુખાનાની ફરિયાદ થઈ શકે છે.

યોગ્ય પોશ્ચર આવું હોવું જોઈએ

જ્યારે ઊભા હોવઃ માથું હંમેશાં સીધુ રાખો. મોબાઈલનો ઉપયોગ કરતા સમયે તેને આઈ લેવલ પર રાખો. ખભાને થોડો પાછળની તરફ ખેંચો. પગ સીધા હોવા જોઈએ, ઘૂંટણ સામાન્ય સ્થિતિમાં હોવા જોઈએ. શરીરનું વજન પગની વચ્ચે પડવું જોઈએ. પગ ખભાની પહોંળાઈ જેટલા ફેલાયેલા હોવા જોઈએ

જ્યારે બેસોઃ કમ્પ્યુટર સ્ક્રીન, વિંડશીલ્ડ વગેરેની તરફ ગરદન ઝૂકાવવાને બદલે કમ્પ્યુટર સ્ક્રીનને આઈલેવલ પર રાખો. ખુરશી પર પીઠને સીધી રાખવી. જો જરૂરી હોય તો ઓશીકું અથવા ટુવાલને વાળીને કમર પર લગાવી લો. કી-બોર્ડને કોણીની ઉંચાઈની સમાન રાખો. હિપ્સ અને ઘૂંટણની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ. પગ ફ્લોર પર આરામદાયક સ્થિતિમાં રાખવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here