પાક : ઈમરાને સ્વીકાર્યું- કાશ્મીર મુદ્દા પર ચીન સિવાય અન્ય દેશોનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યા,

0
10

ન્યૂયોર્કઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સ્વીકાર્યુ છે કે, કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં અમે નિષ્ફળ રહ્યા છીએ. ઈમરાને મંગળવારે કહ્યું કે, કાશ્મીર મુદ્દા પર ખાસ ધ્યાન ન આપવા અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયથી તેઓ નારાજ છે. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન દરેક વૈશ્વિક મંચ આ મુદ્દાને ઉઠાવી રહ્યું છે, પણ ચીન સિવાય હવે તેને કોઈનો સાથ મળતો નથી.

ઈમરાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સિવાયના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, હું આંતરરાષ્ટ્રીય સમુદાયથી નારાજ છું. જો 80 લાખ યૂરોપિયન અથવા જ્યૂસ(યહૂદી) અથવા ફક્ત 8 અમેરિકી જ ક્યાંક ફસાયા હોય તો શું વૈશ્વિક નેતાઓનું વલણ આવું હોત? મોદી પર અત્યાર સુધી પ્રતિબંધ ખતમ કરવા અંગે કોઈ પ્રકારનું દબાણ કરાયું નથી, પરંતુ અમે તેની પર દબાણ કરવાનું ચાલું રાખશું. 9 લાખથી વધારે ભારતીય સૈનિકો કાશ્મીરમાં શું કરી રહ્યા છે? એક વખત કર્ફ્યૂ ઉઠાવી લેવામાં આવશે તો કોણ જાણે ત્યાં શું થશે. તમને લાગે છે કે કાશ્મીરી ચુપચાપ બેસશે?

ભારતના આર્થિક સ્તરના કારણે દુનિયા અમારી પર ધ્યાન નથી આપતી

કાર્યક્રમ દરમિયાન જ્યારે ઈમરાનને પુછવામાં આવ્યું કે શા માટે વિશ્વ કાશ્મીર અંગે તેમના વલણ અંગે ધ્યાન નથી આપતું? તો ઈમરાન ખાને જવાબ આપ્યો કે, તેની પાછળ ભારતનું આર્થિક સ્તર અને વૈશ્વિક પ્રમુખતા છે. તેમણે કહ્યું કે, ભારત 120 કરોડ લોકોનું બજાર છે. મોટા ભાગના લોકો આ વાતને મહત્વ આપી રહ્યા છે.

સંયુક્તા રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પણ પાકિસ્તાનને સફળતા મળી નહીં

આ પહેલા પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)માં કાશ્મીર પર પ્રસ્તાવ લાવવાના અંગે સમર્થન મેળવવા માટે નિષ્ફળ રહ્યું. મોટાભાગના દેશોએ આ મુદ્દે પાકિસ્તાનનો સાથ આપવા માટે ઈન્કાર કરી દીધો હતો. 57 દેશોના ઈસ્લામિક કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશને પણ પાકિસ્તાનનો સાથ આપ્યો ન હતો. આ જ ભારતની કૂટનીતિક જીત હતી.

ભારત સાથે રશિયા, બાંગ્લાદેશ ઘણા દેશો

ભારત પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યો છે કે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને ખતમ કરવો દેશનો આંતરિક મુદ્દો છે. ભારતના વલણને સાર્ક સહિત દુનિયાના ઘણા દેશોનું સમર્થન મળી ચુક્યું છે. રશિયા, UAE, બાંગ્લાદેશ સહિત ઘણા દેશ આ મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો ગણાવી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here