PM મોદીથી ડર્યા ઈમરાન ખાન, કહ્યુ. PoK પર પણ એક્શન લઈ શકે છે મોદી સરકાર

0
29

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતને ગિધડ ભભકી આપી છે. પીઓકેની વિધાનસભાને સંબોધિત કરતા ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું. ઇમરાન ખાને કહ્યું કે તેમણે ભારતના વડાપ્રધાન મોદી અને ભાજપની હકીકત દુનિયાની સમક્ષ મુકી છે.

તેઓ માત્ર કાશ્મીર પર અટકવાના નથી. રિપોર્ટ્સ મળ્યા છે કે જે રીતે તેમણે પુલવામા બાદ બાલાકોટમાં કાર્યવાહી કરી હતી. તેઓ હવે તેના કરતા પણ મોટી કાર્યવાહી પીઓકેમાં કરવાની યોજના બનાવી રહ્યા છે. ઇમરાન ખાને ભારતને ધમકી આપતા કહ્યું કે પાકિસ્તાની સેના અને તેમનો દેશ આ માટે તૈયાર છે. અમે ઇંટનો જવાબ પત્થર આપીશું.

જો ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાશે તો તેના માટે દુનિયા જવાબદાર હશે. જમ્મુ-કાશ્મીર અંગે ભારતે લીધેલા નિર્ણયથી પાકિસ્તાન રઘવાયું બન્યું છે. જેની અસર ઇમરાન ખાનના ભાષણમાં પણ જોવા મળી રહી છે. ઇમરાન ખાને કહ્યું કે ભાજપ અને સંઘની વિચારધારા મુસ્લિમોની વિરૂદ્ધ છે. અને તેઓ હિન્દુસ્તાન પર રાજ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here