યૂએન : ઈમરાન ખાન સાઉદી ક્રાઉન પ્રિન્સના વિશેષ વિમાનથી ન્યૂયોર્ક પહોંચ્યા, મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવશે

0
18

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન શનિવારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિશેષ વિમાનથી સાત દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા હતા. પાકિસ્તાની મીડિયા પ્રમાણે ખાનને સાઉદી ક્રાઉન પ્રિન્સે કોમર્શિયલ વિમાનમાં જવાથી રોક્યા હતા. ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે તમે અમારા ખાસ મહેમાન છો અને મારા વિશેષ વિમાનથી અમેરિકા જશો. અહીં ઇમરાન યૂએન મહાસભાની બેઠકમાં સામેલ થશે.

ન્યૂયોર્ક એરપોર્ટ પર અધિકારીઓએ ઇમરાનનું સ્વાગત કર્યું. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ શાહ કુરૈશીએ શનિવારે કહ્યું હતું કે પ્રધાનમંત્રીની સાત દિવસની યાત્રાનો ઉદ્દેશ્ય દુનિયાનું ધ્યાન એ વિષય તરફ આકર્ષિત કરવાનું છે કે કાશ્મીરમાં શું થઇ રહ્યું છે.

કાશ્મીર મુદ્દા પર બફાટ કરશે ઇમરાન

ઇમરાન ખાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 23 સપ્ટેમ્બરના મળશે. બીજી તરફ પ્રધાનમંત્રી મોદી અને ઇમરાન ખાન 27 સપ્ટેમ્બરના સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. મોદી પહેલા બોલશે જ્યારે ખાન બપોર બાદ વાત રજૂ કરશે. ઇમરાન પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે અહીં તેઓ કાશ્મીર મુદ્દાને ઉજાગર કરશે.

સાઉદી અરબ સાથે વેપાર અંગે વાતચીત

અમેરિકા જવા પહેલા ઇમરાન કાશ્મીર મુદ્દે ઇસ્લામિક દેશોથી સમર્થન લેવા માટે સાઉદી અરબના બે દિવસના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે કિંગ સલમાન બિન અબ્દુલાઝઇઝ અલ સૌઉદથી મુલાકાત કરી અને કાશ્મીર મુદ્દા સિવાય વેપાર, રોકાણ અને આર્થિક સંબંધો પર ચર્ચા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here