આખરે ઇમરાન ખાને કબૂલી ભારતની ધાક, કહ્યું – આ મામલે પાક. કરતા હિંદુસ્તાન ઘણું આગળ

0
17

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને રાજદ્વારી મામલે આખરે ભારત સામે પોતાની હાર માની લીધી છે. શનિવારનાં ઇમરાન ખાને કહ્યું કે અમેરિકામાં લૉબિંગનાં મામલે ભારત પાકિસ્તાનનાં મુકાબલે ઘણું આગળ છે. ઇમરાન ખાને કહ્યું કે, અમેરિકામાં ભારતની ઘણી જ શક્તિશાળી લૉબી છે જે પાકિસ્તાનની વિરુદ્ધ દરેક મામલે પોતાનો એજન્ડા મજબૂત કરી લે છે, જેનાથી પાકિસ્તાનથી લઇને અમેરિકી નીતિઓ પર પ્રભાવ પડે છે.

ભારતનો દ્રષ્ટિકોણ પાક-અમેરિકી નીતિઓને પ્રભાવિત કરે છે

ઇમરાન ખાને આ વાતો એસોસિએશન ઑફ ફિઝિશિયન ઑફ પાકિસ્તાની ડિસેન્ટ ઑફ નૉર્થ અમેરિકાની બેઠકમાં કરી. તેમણે કહ્યું કે, ‘અત્યારે અમેરિકામાં ભારતની લૉબી પાકિસ્તાનની સરખાણીએ ઘણી વધારે શક્તિશાળી છે. ભારતનો પાકિસ્તાનને લઇને જે દ્રષ્ટિકોણ છે તે પાકિસ્તાન માટે અમેરિકી નીતિઓને પ્રભાવિત કરે છે.’

ભારતીય લૉબીનો મુકાબલો કરવાનાં પ્રયત્નો ઝડપી કરવા કહ્યું

એટલું જ નહીં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રીએ APPNAને અમેરિકામાં ભારતીય લૉબીનો મુકાબલો કરવા માટે પ્રયાસ ઝડપી કરવા કહ્યું છે. ઇમરાન ખાને કહ્યું કે, ‘પાકિસ્તાન સરકાર APPNAની સાથે એક સંસ્થાગત વ્યવસ્થા કરવા ઇચ્છે છે. આને વિદેશોમાં સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી પાકિસ્તાની ગ્રુપ માનવામાં આવે છે.’

તો ભારત પર પ્રહાર કરતા ઇમરાન ખાને કહ્યું કે, ભારત ઘરેલૂ મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાનનાં કબજાવાળા કાશ્મીરમાં એક જૂઠું ઝંડા અભિયાન શરૂ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here