ઈમરાન ખાને હિન્દુ સમુદાયને હોળીની શુભકામનાઓ પાઠવી

0
6

પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને બળજબરી પૂર્વક ધર્માંતરણની ઘટનાઓ વચ્ચે આજે વડાપ્રધાન ઈમરાન ખાને હિન્દુ સમુદાયને હોળીની શુભકામનાઓ પાઠવી છે.

ઈમરાન ખાને ટ્વિટ કર્યુ હતુ કે, આપણા હિન્દુ સમુદાયને રંગોના તહેવાર હોળીનુ શુભકામનાઓ.દરમિયાન નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અને બીજા નેતાઓએ પણ હિન્દુ સાંસદોને અને હિન્દુ સમુદાયને શુભકામનાઓ પાઠવી હતી.

નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે કહ્યુ હતુ કે, પાકિસ્તાનના વિકાસમાં હિન્દુ સમુદાયનો ફાળો છે.રંગોનો તહેવાર ખુશીઓ ફેલાવવાનો અવસર આપે છે.તમામ લઘુમતીઓને પાકિસ્તાનમાં પોતાના તહેવારોની ઉજવણી કરવાની આઝાદી છે.

પાકિસ્તાનમાં રહેલા લઘુમતી સમુદાયોમાં હિન્દુઓની વસતી સૌથી વધારે છે.એક અંદાજ પ્રમાણે 75 લાખ જેટલા હિન્દુઓ પાકિસ્તાનમાં રહે છે.જોકે આઝાદી બાદ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે તે એક કડવી વાસ્તવિકતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here