અંદરથી ફફડી ગયેલ ઇમરાન ખાન ભારત વિરૂદ્ધ કરશે આવતીકાલે એક મોટી જાહેરાત, પરંતુ.

0
17

ભારતે કાશ્મીરમાંથી કલમ 370ને હટાવી ત્યારથી પાકિસ્તાનની રાતોની ઉંઘ હરામ થઇ ગઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની સરકારે દુનિયા આખીમાં આ મુદ્દે સપોર્ટ કરવા માટે મદદ માંગી પરંતુ દરેક જગ્યાએ માત્ર અને માત્ર ભારતની જ જીત થઇ છે. હવે બધેથી અકળાયેલા પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ બંધ કરી દેવાની વાત ફરી એકવખત વહેતી કરી છે. જો ભારત માટે એરસ્પેસ બંધ કરશે તો પણ દેવાળિયાના કગાર પર ઉભેલા પાકિસ્તાનને જ મોટી નુકસાની જવાની છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન મંગળવારના રોજ કેબિનેટ બેઠક કરશે. આ બેઠકમાં પાકિસ્તાની એરસ્પેસને ભારત માટે બંધ કરવાનો નિર્ણય થઇ શકે છે. આ સિવાય કાશ્મીર પર પણ ચર્ચા શકય છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવતા અને રાજ્યને ખાસ દરજ્જો ખત્મ કરતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. આ બધાની વચ્ચે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો પણ પાકિસ્તાને ખત્મ કરી દીધા છે. હવે પોતાના હવાઇક્ષેત્રને ભારત માટે બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે.

જો કે પાકિસ્તાનની તરફથી ભારત માટે હવાઇ ક્ષેત્ર બંધ કરવાના સમાચાર અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ સ્પષ્ટતા કરી છે કે હજુ સુધી દેશના હવાઇ ક્ષેત્રને ભારત માટે બંધ કરવા પર કોઇ નિર્ણય લેવાયો નથી. પાકિસ્તાની અખબાર ડોન સમાચારે આ માહિતી આપી છે.

નેશનલ ડેટાબેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓથોરિટી (નાડ્રા)ની મુલાકાત પર મહમૂદ કુરૈશી એ પત્રકારો સાથે આ મુદ્દાના તમામ રિપોર્ટને કાલ્પનિક ગણાવતા નકારી દીધા. આ અંગે વડાપ્રધાનનો નિર્ણય જ આખરી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here