એક-એક રોટલી માટે તરસાતા લોકો માટે ઈમરાનને લીધો મહત્વનો નિર્ણય, આપ્યા આદેશ

0
21

પાકિસ્તાનમાં મોંઘવારી કુદકેને ભુસકે વધી રહી છે. લોકોને ખાવાના પણ ફાંફાં પડ્યા છે. આ દરમિયાન ના વડાપ્રધાન ઈમરાન ખાને મહત્વનો નિર્ણય લીધો છે. ઈમરાન ખાને નાન અને રોટલીના ભાવ ઘટાડવાનો આદેશ કર્યો છે.

ઈમરાન ખાને આદેશમાં ખાધ્ય પદાર્થોની કિંમત ઘટાડવા કહ્યું છે. આ આદેશને તત્કાળ લાગુ કરવાનો પણ ઈમરાન ખાને હુકમ કર્યો છે.

વડાપ્રધાન ઈમરાન ખાનના વિશેષ સહાયક ફિરદૌસ આશિક અવાને કહ્યું છે કે, વડાપ્રધાને નાન અને રોટલીના ભાવ પર આક્રમક વલણ દાખવ્યું છે અને તેમને તેની મૂળ કિંમતો લાગુ કરવા પર તત્કાળ પગલા ભરવા આદેશ કર્યો છે.

એક અહેવાલ પ્રમાણે મંગળવારે સંઘીય કેબિનેટની બેઠક દરમિયાન વડાપ્રધાનના હસ્તક્ષેપ બાદ આખા દેશમાં નાન અને રોટલીઓની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અવાને કહ્યું હતું કે, કેબિનેટ બેઠક ઉપરાંત વડાપ્રધાને ગેસના ભાવ અને નાન અને રોટલીના ભાવમાં ઘટાડાની એક બેઠકની અધ્યક્ષતા કરી.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાને બુધવારે કેબિનેટ્ની આર્થિક સમન્વય સમિતિનીએ એક બેઠક બોલાવી હતી. જેનો હેતુ ગેસ ટેરિફ ઘટાડવાનો હતો, તેમાં પણ ખાસ કરીને તંદૂરવાળાઓ માટે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં નાનને 12થી 15 રૂપિયામાં વેચવામાં આવે છે. અહેવાલ પ્રમાણે ગેસના ભાવ વધતા લોટ, નાન અને રોટલીના ભાવ પણ વધારી દેવામાં આવ્યા હતાં. હાલ આ ભાવ 10 થી 12 રૂપિયા છે, જ્યારે પહેલા તે 7 થી 8 રૂપિયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here