2 કલાકમાં જિ.તાલુકા પંચાયતમાં 5.50 ટકા અને નગરપાલિકામાં 5.7 ટકા મતદાન થયું

0
8

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. પ્રથમ બે કલાકમાં નગરપાલિકામાં સૌથી વધુ તાપીમાં 8.73 ટકા, નર્મદામાં 8.6, ગાંધીનગર 8.48, વલસાડ 8.18 અને વડૉદરામાં 8.3 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું ખેડા જિલ્લાની નગરપાલિકાઓમાં 2.36 ટકા અને બનાસકાંઠામાં 3.53 ટકા, અમદાવાદમાં 3.83 અને પોરબંદરમાં 4.7 અને અમરેલીમાં 3.76 મતદાન થયું છે.

ગાંધીનગર તેમજ નસવાડીમાં વરરાજા લગ્નના સાત ફેરા ફરતા પહેલા સાત ફેરા કરતા પહેલા લોક સાહિના પર્વમાં ભાગીદાર બની મતદાન કર્યું હતું. જ્યારે ગોધરા-ગોંડલમાં EVM બંધ થતા ઉમેદવારો તેમજ મતદારો રોષે ભરાયા હતા. સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે ચૂંટણીની પૂર્વ રાત્રિના કોંગ્રેસના ટેકેદારો ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

અમરેલી, ભાવનગર, ગોંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ

અમરેલી, ભાવનગર, ગોંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ

સૌરાષ્ટ્રમાં મતદાનનો પ્રારંભ

ગોંડલના બિલિયાળામાં જાન માંડવે પહોંચે તે પહેલા જ વર-કન્યાએ મતદાન કર્યું

ગોંડલ પાલિકામાં બે કલાકમાં 4.52 ટકા મતદાન, મતદારોની લાંબી લાઇન

અમરેલી, ભાવનગર, ગોંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે.

અમરેલીના 11 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા માટે મતદાન શરૂ થયું છે

રાજ્ય સરકારના પ્રધાન કુવરજી બાવળીયાએ રાજકોટ વિછીંયા ખાતે મતદાન કર્યું.

વલસાડ, બારડોલી, તરસાડી, કડોદરા,નવસારી, ભરૂચ અને માંડવીમાં મતદાન શરૂ

વલસાડ, બારડોલી, તરસાડી, કડોદરા,નવસારી, ભરૂચ અને માંડવીમાં મતદાન શરૂ

દક્ષિણ ગુજરાતમાં મતદાનનો પ્રારંભ

ભરૂચ નગરપાલિકામાં 2 કલાક માં 7 ટકા

વલસાડ, બારડોલી, તરસાડી, કડોદરા,નવસારી, ભરૂચ અને માંડવી નગરપાલિકામાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે.

બારડોલી પાલિકાની 9 વોર્ડની 36 બેઠક, કડોદરા નગરપાલિકાની 7 વોર્ડની 28, માંડવી પાલિકાની 6 વોર્ડની 24 અને તરસાડી પાલિકાની 7 વોર્ડની 28 બેઠકો મળી કુલ 116 બેઠકોની ચૂંટણીમાં 1,01,916 મતદારો મતદાન કરશે.

તાપી જિલ્લા પંચાયતમાં 26 બેઠકો છે જ્યારે સાત તાલુકા પંચાયતમાં 124 બેઠકો માટે પણ મતદાન શરૂ થયું છે.

ગોધરા અને શહેરા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત

ગોધરા અને શહેરા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત

મધ્ય ગુજરાતમાં મતદાનનો પ્રારંભ

દાહોદમાં પ્રથમ બે કલાકમાં 6.32 ટકા

વડોદરાના ભાડોલમાં EVM ખોટકાતા

​​​​​​​​​​​​​​નડિયાદમાં વોર્ડ-12 EVM ખોટકાતા ઉમેદવારો-મતદારોમાં રોષનો માહોલ.

વડોદરા સહિત દાહોદ, પંચમહાલ, મહીસાગર, નસવાડી અને નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણીનું મતદાન થઈ ગયું છે

વડોદરા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની 290 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે.​​​​​​​

નસવાડીમાં વરરાજાએ લગ્નના સાત ફેરા કરતા પહેલા લોક સાહિના પર્વમાં ભાગીદાર બની મતદાન કર્યું છે.

દાહોદમાં રાજ્યસરકારના પ્રધાન બચુભાઈ ખાબડએ મતદાન કર્યું.

આજે મહેસાણા, ઊંઝા, કડી અને વિસનગર પાલિકાની ચૂંટણીમાં 923 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

આજે મહેસાણા, ઊંઝા, કડી અને વિસનગર પાલિકાની ચૂંટણીમાં 923 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

ઉત્તર ગુજરાતમાં મતદાનનો પ્રારંભ

ચાણસ્મા-સરસ્વતીમાં EVM ખોટકાતા

​​​​​​​મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે.

મહેસાણા, ઊંઝા, કડી અને વિસનગર પાલિકાની ચૂંટણીમાં 923 ઉમેદવારોનું ભાવિ 16,37,155 મતદારો નક્કી કરશે.

​​​​​​​મહેસાણા વોર્ડ નં.5માં કોંગ્રેસના ઉમેદવારને પ્રવેશ ન આપતા રોષનો માહોલ જોવા મળ્યો છે.

સંવેદનશિલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તંત્ર દ્વારા દરેક જિલ્લામાં સંવેદનશિલ અને અતિસંવેદનશિલ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે આ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ રાતથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે અને મતદાન મથકો સહિત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કુલ 8302 બેઠકો માટે 22,116 ઉમેદવારો મેદાનમાં

રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં પાલિકા પંચાયતોની કુલ 8302 બેઠકો માટે 22,116 ઉમેદવારો મેદાનમાં છે. 240 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થયેલી છે. 36,218 મતદાન મથકો પરથી 2.97 કરોડ મતદારો પોતાના સ્થાનિક જનપ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરશે. 2જી માર્ચે મતગણતરી યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here