Thursday, April 18, 2024
Homeકોરોના વાઈરસ : 20 દિવસમાં ઉત્તર ગુજરાતમાં રિક્વરી 594% તો મૃત્યુ 500%...
Array

કોરોના વાઈરસ : 20 દિવસમાં ઉત્તર ગુજરાતમાં રિક્વરી 594% તો મૃત્યુ 500% વધ્યા

- Advertisement -

મહેસાણા. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓના રિક્વરીમાં રેટમાં 594%નો વધારો આવ્યો છે. તેની સામે આજ ગાળામાં મૃત્યુરેટ 500% વધ્યો છે. જ્યારે 298% કોરોના પોઝિટિવના કેસ વધ્યા છે. સંક્રમિત દર્દીઓને ડિસ્ચાર્જની સરકારની નવી પૉલીસીના કારણે રિકવરી રેટમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.  તા.3 મે સુધી અને ત્યાર બાદ 23 મે સુધીના કોરોના સંક્રમિતો, મૃત્યુ અને ડિસ્ચાર્જની સ્થિતિ જોઇએ તો પોઝિટિવ કેસોના રેટ સામે રિક્વરી રેટમાં 296%નો અને મૃત્યુ રેટ 500% વધ્યો છે.

ઉત્તર ગુજરાતના 5 જિલ્લાની સ્થિતિ

મહેસાણા જિલ્લામાં 614%ના રિક્વરી રેટ સામે મૃત્યુ રેટ 400% અને પોઝિટિવ કેસમાં 176%નો વધારો થયો છે. પાટણ જિલ્લામાં 328% રિક્વરી રેટ સામે મૃત્યુ રેટ 300% અને પોઝિટિવ કેસમાં 228%નો વધારો થયો છે. બનાસકાંઠામાં 457% રિક્વરી રેટ સામે મૃત્યુ રેટ 300% અને પોઝિટિવ કેસમાં 168%નો વધારો થયો છે. સાબરકાંઠામાં 633% રિક્વરી રેટ સામે મૃત્યુ રેટ 300% અને પોઝિટિવ કેસમાં 2733%નો વધારો થયો છે. અરવલ્લીમાં 1183% રિક્વરી રેટ સામે મૃત્યુ 200% અને પોઝિટિવ કેસમાં 463%નો વધારો થયો છે.

20 દિવસની ઉત્તર ગુજરાતની સ્થિતિ

વિગત 3મે 23મે વધારો
પોઝિટિવ 114 454 298%
મૃત્યુ 3 18 500%
ડિસ્ચાર્જ 37 257 594%
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular