2020 માં બુમરાહને 1.38 અને કોહલીને 1.29 કરોડ પગાર મળ્યો, રોહિત ટોપ-5માં પણ નહીં.

0
7

ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ વર્ષે સૌથી વધુ સેલેરી મેળવનારો ક્રિકેટર બની ગયો છે. તેણે કેપ્ટન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. ડાબોડી બોલર બુમરાહને આ વર્ષે સેલેરી તરીકે રૂ. 1.38 કરોડ મળ્યા છે.

બીસીસીઆઈ દરેક ભારતીય ક્રિકેટરને એક ટેસ્ટ રમવાના રૂ. 15 લાખ, એક વન-ડે રમવાના રૂ. છ લાખ અને એક ટી-20 મેચ રમવાના રૂ. 3 લાખ ચૂકવે છે. જોકે, આ રકમમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો સમાવેશ નથી થતો. બુમરાહે એક વર્ષમાં નવ વન ડે, આઠ ટી-20 અને ચાર ટેસ્ટ મેચ રમી છે.

ત્રીજા નંબરે રવીન્દ્ર જાડેજાને સ્થાન

આ યાદીમાં બુમરાહ પછી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી છે. કોહલીને ત્રણ ટેસ્ટ, નવ વન-ડે અને 10 ટી-20 રમવા માટે રૂ. 1.29 કરોડ મળ્યા છે. જો કોહલી બોક્સિંગ ડે ટેસ્ટ રમત તો ટોપ પર હોત. કોહલી પેટરનિટી લિવ પર હોવાથી આ ટુર્નામેન્ટમાં સામેલ થઈ શક્યો નથી. આ યાદીમાં ત્રીજા નંબરે રવીન્દ્ર જાડેજા છે, જેને એક વર્ષની સેલેરી તરીકે રૂ. 96 લાખ મળ્યા છે. તેણે આ વર્ષે બે ટેસ્ટ, નવ વન-ડે અને ચાર ટી-20 મેચ રમી છે. જાડેજા ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની છેલ્લી બે ટી-20 અને પહેલી ટેસ્ટ રમી શક્યો ન હતો. આ કારણસર તે રૂ. એક કરોડ સુધી પહોંચી ના શક્યો.

રોહિત ટોપ-5માં સામેલ નહીં

આ યાદીમાં ટીમ ઈન્ડિયાનો લિમિટેડ ઓ‌વરની સીરિઝનો વાઈસ કેપ્ટન રોહિત શર્મા ટોપ-5માં પણ નથી. તેણે આ વર્ષે ફક્ત 3 વન-ડે અને ચાર ટી-20 મેચ રમી છે, જેના માટે તેને રૂ. 30 લાખ મળ્યા છે. રોહિત આ વર્ષે અનેકવાર ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વન-ડે અને બે ટેસ્ટ રમી શક્યો ન હતો. તે આ વર્ષે એક પણ ટેસ્ટ નથી રમ્યો. હવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં રોહિત શર્માની વાપસીની શક્યતા છે. આ વર્ષે રોહિત શર્માથી વધુ મેચ ફી તો અજિંક્ય રહાણે અને ઋષભ પંતને મળી છે. રહાણેએ 2020માં ચાર ટેસ્ટ મેચ રમી હતી, જેથી તેને રૂ. 60 લાખ ફી મળી. પંતે આ વર્ષે 3 ટેસ્ટ, એક વન-ડે અને બે ટી-20 મેચ રમી છે. આ માટે તેને રૂ. 57 લાખ મળ્યા હતા.

એક વર્ષમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની કમાણી

  • જસપ્રીત બુમરાહ – 1.38 કરોડ
  • વિરાટ કોહલી – 1.29 કરોડ
  • રવીન્દ્ર જાડેજા – 96 લાખ
  • અજિંક્ય રહાણે – 60 લાખ
  • ઋષભ પંત – 57 લાખ

BCCI કેવી રીતે ફી ચૂકવે છે?

  • 1 ટેસ્ટ – 15 લાખ
  • 1 વન-ડે – 6 લાખ
  • 1 ટી-20 – 3 લાખ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here