દહેગામ : 260 આંગણવાડી કેન્દ્રમાં ૩ થી ૬ વર્ષના બાળકોને સુખડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

0
28

દહેગામ 260 આંગણવાડી કેન્દ્ર પર 3 થી 6 વર્ષના બાળકોને સુખડી વિતરણ કરવામાં આવી. 
દહેગામ તાલુકાના cdpo સુપરવાઇઝર તેમજ આંગણવાડી બહેનો સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને બાળકોને માસ્ક પહેરાવીને સેનેટાઈઝર સાથે આ કાર્યક્રમનું યોજન કરવામાં આવ્યું હતું.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમાં 260 જેટલી આંગણવાડી કેન્દ્રો આવેલા છે. તેમાં સરકારના આદેશ મુજબ તમામ આંગણવાડી કેન્દ્રોમાં 1 કિલો સુખડી વિતરણ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમાં તાલુકાના CDPO ઉર્મિલાબેન મકવાણા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તેમજ બાળકો ને સેનેટાઈઝર તેમજ માસ્ક પહેરાવીને આંગણવાડીના બહેનો અને તેડાગર બહેનો દ્વારા બાળકો ને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 

CDPO ઉર્મિલાબેન મકવાણા તેમજ એમ.એન.એમ પોગરામ આસિસ્ટન્ટ અમિત બારોટ તેમજ નગરપાલિકાના સુપરવાઇઝર મધુબેન પટેલ, શિયાવાડા સુપરવાઇઝર મીનાબેન શર્મા આ સૌ અધિકારીઓ ભેગા મળીને પ્રથમ દહેગામ ખાતે આવેલી ઉગમ તલાવડી વાસની આંગણવાડીમાં વણકરવાસની આંગણવાડીમાં ઉભેલા તલાવડી શિયાવાડા રખિયાલ ઉદણ જેવી આંગણવાડીઓમાં રૂબરૂ જઇને ૩ થી ૬ વર્ષના બાળકોને લોકડાઉનના કાયદા અનુસાર 1 કિલો સુખડીનો તેમના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

 

બાઈટ : બાળક ની માતા : દહેગામ

 

આ પ્રસંગે આંગણવાડીના બહેનો તેડાગર બહેનો હાજર રહીને ખુબ જ સારી કામગીરી જોવા મળી હતી. એક શિક્ષક સો માતાની ગરજ સારે તેમ આજે આંગણવાડી બહેનોની આવી કામગીરી જોવા મળી હતી. દહેગામ તાલુકાના CDPO ઉર્મિલાબેન મકવાણા દ્વારા આંગણવાડી બહેનોને સલાહસૂચનો આપીને નાના બાળકોને સારુ ઘડતર થાય અને તેમને આંગણવાડીમાં પૂરતી સુવિધા મળે તેના માટે આંગણવાડી બહેનોને સલાહ સૂચનો આપી હતી. દહેગામના સ્ટાફ દ્વારા સુખડી વિતરણનો કાર્યક્રમ જે થવા પામ્યું તેમાં બાળકોના વાલીઓમાં પણ ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. અને સરકારની આ કામગીરીની સરાહના થવા પામી હતી.

 

 

તારીખ 23-6-2020 ના રોજ ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓને કિરવેરા માટેનો ATCOM પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તો આ સરકારનો પ્રોગ્રામ સૌ તાલુકા અને શહેરના કિશોરીઓ નિહારે તેવી રજૂઆત કરવામાં આવી છે.

 

 

આ કાર્યક્રમનું આયોજન ખુબજ સુંદર કરવામાં આવ્યું હતું. અને તાલુકાના આંગણવાડી ના અધિકારીઓની કામગીરી ખૂબ જ પ્રશંસનીય જોવા મળી હતી. તેમજ આંગણવાડી બેન શ્રી અંજના પાટીલે CDPO ની કામગીરી ની સરાહના કરી હતી.

 

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here