- Advertisement -
આ વર્ષે બોલિવૂડની શરૂઆત ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ જેવી સક્સેસફુલ ફિલ્મ્સથી થઈ અને અત્યાર સુધી આ વર્ષ બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ શાનદાર રહ્યું છે. હાલમાં રિલીઝ ‘કબીર સિંહ’ સુધી બોક્સ ઓફિસે જોરદાર કમાણી કરી છે. જ્યાં ‘ઉરી’એ વર્લ્ડવાઇડ 342 કરોડનું કલેક્શન કર્યું તો બીજી તરફ ‘કબીર સિંહ’ માત્ર 5 દિવસમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. જાન્યુઆરીથી જૂન સુધીમાં બોલિવૂડે 1800 કરોડ કરતાં વધુ કમાણી કરી છે.
આ વર્ષ કલેક્શનની દ્રષ્ટિએ અત્યાર સુધી જબરદસ્ત રહ્યું
1. નાની ફિલ્મ્સ બની સરપ્રાઇઝ હિટ
આ બધી સરપ્રાઇઝિંગ હિટ્સ એટલે કે છુપા રૂસ્તમ ટાઇપ ફિલ્મ્સના કારણે થઈ શક્યું છે.
- ‘ઉરી’ની રિલીઝ પહેલા કોઈએ વિચાર્યુ ન હતું કે તે 100 દિવસો સુધી થિયેટર્સમાં રહેશે.
- 342 કરોડ વર્લ્ડવાઇડ કમાણી કરીને ‘ઉરી’ છે અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ
- વિવેક અગ્નિહોત્રીની ‘ધ તાશકંદ ફાઇલ્સ’ છેલ્લા 75 દિવસોથી થિયેટરમાં ચાલી રહી છે.
- ‘ટોટલ ધમાલ’ લાઉડ કોમેડી હતી તેમ છતાં પણ 150 કરોડ આસપાસ કલેક્શન કરી ગઈ.
- સલમાનની ‘ભારત’એ તો માત્ર 4 દિવસમાં 100 કરોડની કમાણી કરી અનેક રેકોર્ડ તોડી નાખ્યા.
- ક્રિકેટ વર્લ્ડ કપ ચાલતો હોવા છતાં પણ ‘કબીર સિંહ’ સોલો એક્ટર તરીકે શાહિદ કપૂર માટે સરપ્રાઇઝિંગ રહી.
2. શું કહે છે ટ્રેડ એનાલિસ્ટ?
- ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ મુજબ, ‘આ છ મહિનામાં ફિલ્મ્સના હિટ હોવાનો રેશિયો અન્ય વર્ષોના છ મહિના કરતાં સારો રહ્યો છે. આગળ પણ આવું રહેવાની શક્યતા છે. 42 કરોડની ઓપનિંગ આપીને ‘ભારત’એ તો આ સાબિત કરી દીધું કે સ્ટાર પાવરનો દબદબો આજે પણ કાયમ છે. જોવાનું એ રહેશે કે તે 300 કરોડનું કલેક્શન પાર કરી શકશે કે નહીં. ‘કબીર સિંહ’ તો એક પછી એક નવા રેકોર્ડ નોંધી રહી છે.’
- ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહનના શબ્દોમાં, ‘આ તમામ ફિલ્મ્સના જોરદાર પર્ફોમન્સના કારણે બોલિવૂડના પહેલા છ મહિનાનું રિઝલ્ટ 1800 કરોડના પાર રહેવાનું છે. ખાસ કરીને પહેલું ક્વાર્ટરલી રિઝલ્ટ તો ધમાકેદાર રહ્યું. ‘કબીર સિંહ’નું ફાઇનલ કલેક્શન આવવાનું બાકી છે.’
3. આવતા છ મહિનામાં આ ફિલ્મ્સ પાસે અપેક્ષા
- મિશન મંગળ
દાવ પરઃ 60 કરોડ
કારણઃ અક્ષય કુમારની ફી 20 કરોડ રૂપિયા ઉપર. બહુ બધી સ્ટાર-કાસ્ટ, સ્પેશિયલ વીએફએક્સ - સાહો
દાવ પરઃ 200 કરોડ
કારણઃ હાઈ ઓક્ટેન એક્શન, અનેક લેંગ્વેજ અને પ્રિન્ટમાં લાવવાના કારણે બજેટ આકાશે આંબ્યું છે - હાઉસફુલ 4
દાવ પરઃ 150 કરોડ
કારણઃ હેવી વીએફએક્સ, નાના પાટેકર બહાર થતા રિશૂટ થવાને કારણે બજેટ 20 ટકા વધી ગયું - પાનીપત
દાવ પરઃ 150 કરોડ
કારણઃ હેવી વીએફએક્સ અને જૂનો સમય રિક્રિએટ કરવામાં, આઉટફિટ પાછળ વધુ ખર્ચ - દબંગ 3
દાવ પરઃ 125 કરોડ
કારણઃ સલમાનની ફી 50 કરોડ, વીએફએક્સને કારણે ખર્ચ વધુ