કોરોના વાઇરસ : ચીનની સ્કૂલમાં ભૂલકાંઓ માસ્ક અને 1 મીટરનું અંતર રહે તેવી ટોપી પહેરીને ભણી રહ્યા છે

0
11

હોંગઝોઉ. દુનિયાભરમાં ફેલાયેલા જોખમી વાઈરસનું જન્મસ્થળ ચીનનું વુહાન શહેર છે. ડિસેમ્બર મહિનાથી ફેલાયેલા આ વાઇરસ પર હાલ ચીને કાબુ મેળવી લીધો છે, પણ બાકીના દેશો આજે પણ તેની સામે લડી રહ્યા છે. વુહાન શહેરમાં લોકડાઉન પૂરું થઇ ગયું છે અને ચીનમાં લોકો ધીમે-ધીમે ફરીથી જનજીવન શરુ કરી રહ્યા છે, પરંતુ કોરોના વાઈરસની બીકે લોકો હજુ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભૂલતા નથી, ચીનના હોંગઝોઉ શહેરની એક સ્કૂલના ફોટોઝ સામે આવ્યા છે, એવામાં ભૂલકાંઓ માથા પર અનોખી 1 મીટર લાંબી ટોપી પહેરીને સ્કૂલમાં ભણી રહ્યા છે.

યેંગઝેંગ એલિમેન્ટરી સ્કૂલના વાઈરલ ફોટોઝમાં પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓએ મોઢા પર માસ્ક અને માથા પર અનોખી ટોપી પહેરી છે, જેને લઈને દરેક બાળકો વચ્ચે 1 મીટરનું અંતર રહે છે. ચીનમાં ભલે કોરોના વાઇરસના કેસ શૂન્ય થઇ ગયા પણ હજુ પણ આ વાઈરસ ઉથલો મારશે કે કેમ તેનો ડર લોકોના મનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here