રાજકોટ : ગઢડામાં ઘર કંકાસ જેવી સામાન્ય બાબતમાં મોટાભાઈએ નાનાભાઈને ધોકા વડે માર મારી હત્યા કરી

0
8

બોટાદ જિલ્લાના ગઢડામાં સામાકાઠાં વિસ્તારમાં રહેતા મંગળુભાઈ ભીમસરીયા અને તેના નાનાભાઇ કિશોરભાઈ વચ્ચે ઘર કંકાસના કારણે બોલાચાલી થતાં મોટાભાઈએ નાનાભાઈને ધોકા વડે માર મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગત રાત્રે ઘર કંકાસ જેવી સામાન્ય બાબતે બંને ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઇ જઈને મોટાભાઈ મંગળુભાઈએ તેના નાનાભાઈ કિશોરભાઈને લાકડાના ઘોકા વડે માર મારી હત્યા નીપજાવી હતી.

સારવાર દરમિયાન નાનાભાઈનું મોત નીપજ્યું

ઘટનાની વિગત અનુસાર ગત મોડી રાત્રે ગઢડામાં રહેતા મોટાભાઈ મંગળુભાઈ ભીમસરીયા અને તેના નાના ભાઈ કિશોરભાઈ વચ્ચે માથાકૂટ થતાં મામલો બિચકાયો હતો. જેમાં ઉશ્કેરાયેલા મોટાભાઈએ નાનાભાઈને લાકડાના ધોકા વડે માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં નાનાભાઈ કિશોરભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમૉર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના તહેવારોમાં ઘર કંકાસની સામાન્ય બાબતે મોટાભાઈએ નાનાભાઇની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here