Tuesday, November 28, 2023
Homeસુરતમાં ફ્લેટમાં ચાલતા નકલી નોટના કારખાનામાં Rs. 85.62 લાખ પકડાયા
Array

સુરતમાં ફ્લેટમાં ચાલતા નકલી નોટના કારખાનામાં Rs. 85.62 લાખ પકડાયા

- Advertisement -

સુરતના સચિન વિસ્તારમાં નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે. જેમાંથી 85.62 લાખ રૂપિયા પોલીસે કબ્જે કર્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે બાતમીના આધારે પોલીસે સચિન વિસ્તારના શિવરંજની એપાર્ટમેન્ટના 10 માળે ફ્લેટ નંબર 1001માં દરોડો પાડ્યો હતો. દરોડામાં નકલી નોટો મળી આવી હતી. પોલીસે બન્ને બાજુ છાપેલી રૂ. 23.30 લાખની અને એકબાજુ છપાયેલી 62.32 લાખની નોટો પકડી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસે એક વ્યક્તિની અટક કરી છે એક વોન્ટેડ છે. એક સ્વીફટ કાર સહિત રૂ. 90.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અહીં 2 હજાર, 500 અને રૂ. 100ની નોટો છાપવામાં આવતી હતી. ફ્લેટમાં ડિજિટલ ફોટોકોપીયર મશીનથી નોટો છપાતી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વધુ વિગતો આપવા માટે એક પ્રેસકોન્ફરન્સ પણ બોલાવાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular