Tuesday, February 11, 2025
Homeસ્પોર્ટ્સSPORTS : T20 મહિલા બિગ બૅશ લીગમાં મોટી દુર્ઘટના થતા મહિલા વિકેટકીપર...

SPORTS : T20 મહિલા બિગ બૅશ લીગમાં મોટી દુર્ઘટના થતા મહિલા વિકેટકીપર બ્રિજેટ પેટરસનની આંખ નજીક બોલ વાગ્યો

- Advertisement -

ઑસ્ટ્રેલિયામાં મહિલાઓની ફ્રેન્ચાઇઝી આધારિત T20 મહિલા બિગ બૅશ લીગની 10મી સિઝન 27 ઑક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. જેમાં અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ ચૂકી છે. 29 ઓક્ટોબરના રોજ સિડનીના મેદાન પર રમાયેલી એડિલેડ સ્ટ્રાઈકર્સ અને સિડની સિક્સર્સ વચ્ચેની મેચમાં એડિલેડ ટીમની વિકેટકીપર બ્રિજેટ પેટરસન વિકેટની પાછળ બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી.

ત્યાબાદ તેણે તરત જ મેદાન છોડીને પરત ફરવું પડ્યું હતું. ઝડપી બોલર ડાર્સી બ્રાઉનના બોલને પકડતી વખતે પેટરસનની આંખમાં ઈજા થઈ હતી. મેદાન પર હાજર બાકીના ખેલાડીઓ પણ તેને જોઈને ખૂબ જ ડરી ગયા હતા. કારણ કે પેટરસનને આંખ પાસે બોલ લાગ્યા પછી તે તરત જ પડી ગઈ હતી.

આ મેચમાં સિડની સિક્સર્સ તરફથી બોલિંગ કરી રહેલી ડાર્સી બ્રાઉન પોતાની 5મી ઓવર ફેંકી રહી હતી. જેમાં તેણે તેની ઓવરનો 5મો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. જેમાં બેટર બોલને ફટકારવામાં ગઈ હતી. બોલ બાઉન્સ સાથે બ્રિજેટ પેટરસન પાસે પહોંચ્યો હતો. જેને તે સમજવામાં નિષ્ફળ રહી અને બોલ ઉછળીને સીધો તેની આંખમાં વાગ્યો હતો. આ પછી તે ખૂબ જ પીડામાં જોવા મળી હતી. જે પછી તે જમીન પર સૂઈ ગઈ હતી. ફિઝિયો અને અન્ય સપોર્ટ સ્ટાફ મેદાન પર પહોંચ્યા પછી બ્રિજેટને બહાર લઈ જવામાં આવી હતિ. બાકીની મેચમાં એલી જોનાસટનને વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી.

આ મેચમાં એડિલેડ સ્ટ્રાઈકર્સની ટીમે પહેલી બેટિંગ કરી હતી. જેમાં તેમણે 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા. બેટિંગ કરતી વખતે બ્રિજેટ પેટરસને 32 બોલમાં 44 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સિડની સિક્સર્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને માત્ર 160 રન જ બનાવી શકી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular