વડોદરા : ગોરવા વિસ્તારમાં નજીવી બાબતે મિત્રએ 2 સાગરીતની મદદથી મિત્રની હત્યા કરી, એક આરોપીની ધરપકડ

0
17

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સોમવારે રાત્રે એક યુવાનની હત્યા થઇ હતી. ઝાડ પરથી બકરી માટે ચારો તોડવા બાબતે મિત્રએ જ યુવાનની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપી શહેજાદની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. આ બનાવના પગલે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેમ મોકલીને તપાસ શરૂ કરી

વડોદરા શહેરના કરોડિયા ગામે રહેતો રાકેશ પરમાર ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં મિત્ર સાથે છેલ્લા 2 મહિનાથી રહેતો હતો. દરમિયાન સોમવારે સાંજના સમયે બકરી માટે ઝાડ પરથી પાલવ તોડવા બાબતે મિત્ર શહેજાદ ઉર્ફે ટીંટ્ટો સિકંદર પઠાણ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. જે દરમિયાન ઉશ્કેરાયેલા શહીદ રાણા સહિતના અન્ય બીજા બે સાગરીતોએ ભેગા મળી રાકેશ પરમારને મુઢ માર માર્યો હતો. જેમાં રાકેશ પરમારનું મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે ગોરવા પોલીસ અને FSL ઘટના સ્થળે પહોંચ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો અને મુખ્ય આરોપીના અન્ય સાગરીતોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ઘટના સ્થળે પહોંચેલી ગોરવા પોલીસ
(ઘટના સ્થળે પહોંચેલી ગોરવા પોલીસ)

 

ગોરવા વિસ્તારમાં હત્યાને પગલે લોકોના ટોળે ઉમટ્યા

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર પાસે ઝૂંપડપટ્ટીમાં યુવાનની હત્યાની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. જોકે પોલીસે ટોળા દૂર કરીને યુવાનની હત્યા બાબતે તપાસ શરૂ કરી હતી.

આ સ્થળે યુવાનની હત્યા થઇ હતી
(આ સ્થળે યુવાનની હત્યા થઇ હતી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here