એક સપ્તાહમાં ખાધતેલ ૧૦ ટકા સુધી સસ્તું થવાની શકયતા

0
14

આગામી એક સપ્તાહમાં ખાધ તેલ ૧૦ ટકા સુધી સસ્તુ થવાની શકયતા છે કેમ કે વૈશ્વિક કિંમત કોરોના વાઇરસના કારણે ઘટી રહી છે તેમ ઉધોગના અધિકારીઓએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક કિંમતોની ભારતીય બજાર પર મજબૂત અસર પડે છે કેમ કે દેશમાં દર વર્ષે ૨.૩૫ કરોડ ટન ખાધ તેલનો વપરાશ થાય છે તેમાંથી લગભગ ૭૦ ટકા તેલની આયાત કરવામાં આવે છે.

અદાણી વિલ્મર ખાતે ડેપ્યુટી ચીફ એકિઝકયુટિવ ઓફિસર અંગ્શુ મલિકે જણાવ્યું હતું કે ચીનમાં નીચી માગ, કે જે સૌથા મોટા ગ્રાહકોમાંનું એક છે, વૈશ્ર્વિક બજારમાં કિંમતમાં અને સાથોસાથ ઘરઆંગણાના બજારમાં કિંમતમાં ઘટાડાની આગેવાની લીધી હતી. અમે કિંમતમાં ઘટાડાને ગ્રાહકોને પાસ કરીશું જે આગામી સાહો દરમિયાન બ્રાન્ડેડ કૂકિંગ તેલના પેક પરના સ્ટિકરમાં પ્રતિબિંબિત થશે.

મલિક જણાવ્યું હતું કે ગ્રાહકો પામ ઓઇલ માટે અને સોયાબીન ઓઇલ માટે લિટર દીઠ ૧૦ ટકા અથવા રૂા.આઠ ઓછા ચૂકવશે તથા સનફલાવર ઓઇલ માટે સાત ટકા અથવા રૂા.પાંચ ઓછા ચૂકવવા પડશે. બ્રાન્ડેડ સોયાબીન અને પામ તેલની હાલની જથ્થાબધં કિંમત લીટર દીઠ રૂા.૭૮ છે. જયારે સનફલાવર તેલની કિંમત લીટર દીઠ રૂા.૮૨ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here