સુરત : અડાજણ વિસ્તારમાં યુવતીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું.

0
0

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં યુવતીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જોકે તેની સગાઈ તૂટી ગયા બાદ ટેન્શનમાં રહેતી હોવાથી આવું પગલું ભર્યું હોવાની શક્યતા છે.

ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો

અડાજણ વિસ્તારમાં આવેલા આહુરા નગર સોસાયટીમાં રહેતી 20 વર્ષીય વિશ્વા ચંદ્રકાંત પટેલ પરિવાર સાથે રહેતી હતી. ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. વિશ્વા વેસુ ખાતેની ડી આર બી કોલેજમાં બી.કોમ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જોકે તેની થોડા સમય પહેલા સગાઈ તૂટી ગઈ હતી. ત્યારથી ટેન્શનમાં રહેતી હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે.

સુસાઈડ નોટ મળી આવી

તેનો એક મોટો ભાઈ છે તેના પિતા સ્કૂલવાનના ડ્રાઈવર છે. તેની પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે માં આઈ ડોન્ટ નો વાય આઈ, હું મારી મરજીથી કરું છું કોઈને હેરાન કરતા નહીં. આ અંગે અડાજણ પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here