કોરોના દુનિયામાં : યૂક્રેનમાં રાષ્ટ્રપતિ ઉપરાંત નાણાં અને રક્ષા મંત્રી પોઝિટિવ : ફ્રાન્સમાં નાટકીય રીતે પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો

0
9

દુનિયામાં કોરોનાના કેસનો આંકડો રવિવારે 5 કરોડને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં 5 કરોડ 12 લાખ 32 હજાર 905 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. રાહતની વાત તે છે કે તેમાથી 3 કરોડ 60 લાખથી વધુ લોકો સાજા થી ચૂક્યા છે. અત્યાર સુધી 12 લાખ 68 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણેના છે. યુક્રેનમાં રાષ્ટ્રપતિ બાદ હવે નાણાં અને સંરક્ષણ પ્રધાન પણ પોઝિટિવ મળ્યા છે. બીજી તરફ, ફ્રાન્સમાં નાટકીય રીતે કેસમાં ઘટાડો થયો છે.

પહેલા યૂક્રેનની વાત

યુક્રેનમાં રાષ્ટ્રપતિ બાદ હવે નાણાં અને સંરક્ષણ પ્રધાન પણ કોરોનાની ઝપેટમાં સપડાયા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કીના કાર્યાલયથી જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિના કેટલાક સલાહકારો પણ સંક્રમણ લાગ્યું છે, પરંતુ આ બાબતની માહિતી જાહેર કરવામાં આવી નથી. આટલા મોટા પ્રમાણમાં સંક્રમણ બાદ સરકાર હચમચી ગઈ છે. જો કે, સરકારે લોકોને કહ્યું છે કે રાષ્ટ્રપતિ અને બાકી મંત્રી ઘરેથી કામ કરતાં રહેશે. આ દરમિયાન સરકારે દેશમાં લોકડાઉન ન હટાવવાની વાત પણ કરી છે.

ફ્રાન્સમાં મોટી રાહત

ફ્રાન્સમાં 8 દિવસથી દરરોજ સરેરાશ 50 હજાર કેસ મળી રહ્યા છે. પરંતુ સોમવારે તેમની સંખ્યા નાટકીય રીતે વધીને માત્ર 20 હજાર નજીક થઈ ગઈ છે. દેશમાં લોકડાઉન પર સવાલ ઉભા થઈ રહ્યા હતા અને રસ્તાઓ પર તેનો વિરોધ થઈ રહ્યો હતો. હવે સરકારે કહ્યું છે કે આનાથી ઘણો જ ફાયદો થયો છે. દેશના મોટા શહેરોમાં ઓકટોબરથી જ લોકડાઉન છે. દેશમાં 10 દિવસથી લોકડાઉન છે. સોમવારે કુલ 20 હજાર 155 નવા કેસ સામે આવ્યા હતા. એક તર્ક એવું પણ છે કે કોરોનાના કેસની સંખ્યામાં ભલે ઘટાડો થયો હોય, પણ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યામાં ઘટાડો થયો નથી.

બ્રિટનમાં ફરી વધતો મૃત્યુઆંક

બ્રિટનના કેટલાક ભાગોમાં લોકડાઉન યથાવત છે. પણ, તેનો ફાયદો થતો નજરે પડી રહ્યો નથી. અહીયાં સોમવારે 21 હજાર કેસ સામે આવ્યા હતા. આ હાલના દિવસોનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ 194 લોકોના મૃત્યુ પણ થયા હતા. આરોગ્ય મંત્રાલતે જણાવ્યુ હતું કે વધતો મૃત્યુઆંક ચિંતાનો વિષય છે. દેશમાં સાત દિવસમાં 1 લાખ 60 હજાર કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન 2 હજાર 385 લોકો મૃત્યુ પામ્યા હતા.

અમેરિકામાં ત્રીજી લહેર જોખમી

અમેરિકા દુનિયાનો પહેલો દેશ બની ગયો છે જ્યાં કોરોના સંક્રમણ દર્દીનો આંક એક કરોડને પાર થઈ ગયો છે. રોયટર્સ ન્યૂઝ એજન્સી મુજબ, અમેરિકામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે. છેલ્લા 10 દિવસમાં અમેરિકામાં કોરોનાના લાખો નવા કેસ સામે આવ્યા છે. વોશિંગ્ટનમાં 293 દિવસ પહેલા કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. અમેરિકામાં શનિવારે 1 લાખ 31 હજાર 420 કેસ નોંધાયા હતા. અમેરિકામાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના નવા કેસ સરેરાશ 1 લાખ 5 હજાર 600 રહ્યા. તેમાં 29%નો વધારો જોવા મળ્યો. અમેરિકામાં કુલ કેસ ભારત (85 લાખથી વધુ) અને ફ્રાન્સ (17 લાખથી વધુ)ના કેસોથી વધુ છે. અત્યાર સુધીમાં દુનિયામાં કોરોનાના 5 કરોડ 7 લાખ 37 હજાર 875 કેસ નોંધાઈ ચૂક્યા છે. 12 લાખ 62 હજાર લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 3 કરોડ 57 લાખ 95 હજાર દર્દીઓ સાજા પણ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here