Thursday, March 28, 2024
Homeઅમદાવાદમાં કારમાં એવી જગ્યાએ 161 વિદેશી દારૂની બોટલ છૂપાયેલી કે તમે પણ...
Array

અમદાવાદમાં કારમાં એવી જગ્યાએ 161 વિદેશી દારૂની બોટલ છૂપાયેલી કે તમે પણ ચોંકી જશો

- Advertisement -

અમદાવાદ પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવી રહેલી ગુજરાત પાસિંગની બોલેરો કારમાંથી 161 વિદેશ દારૂની બોટલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં સી.એન. વિદ્યાલય પાસેથી પોલીસે એક બોલેરોના રૂફટોપમાંથી વિદેશી દારૂની બોટલ જપ્ત કરી લીધી છે. આરોપીએ બોલેરોના રૂફટોપ (છત)માં એક ચોરખાનું બનાવી આ તમામ બોટલ છૂપાવી હતી. અમદાવાદ પોલીસે આ કેસમાં રાજસ્થાનના ડુંગરપુરના ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદા અનુસાર પગલાં ભર્યા છે. જ્યારે દારૂ કારમાં ભરી દેનાર વ્યક્તિ ફરાર છે.

અમદાવાદ PCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી આવી રહેલી ગુજરાત પાસિંગની બોલેરોમાં દારૂ ભરી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પાંજરાપોળથી સી.એન. વિદ્યાલય તરફના રોડ પર એક વૉચ ગોઠવી હતી. કારને દૂરની આવતા જ જોઈને પોલીસ ટીમ એલર્ટ થઈ ગઈ હતી. ગાડીને રસ્તામાં જ રોકી તપાસ કરતા દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરી ત્યારે કારના રૂફટોપ પર એક ચોક્કસ યોજનાથી ચોરખાનું બનાવીને આ બોટલ છૂપાવી દીધી હતી. દારૂની મોટાભાગની બોટલ વિદેશી બ્રાંડની છે. પોલીસે ડ્રાઈવરની આકરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કોઈ જીતુ રાજપુત નામના એક શખ્સે આ દારૂ ભરી આપ્યો હતો. જે આર.કે. નામના એક શખ્સે મંગાવ્યો હતો. પોલીસે આ કેસમાં વધું શખ્સની શોધખોળ શરૂ કરી દીધી છે. આ પહેલા ગાંધીનગર પોલીસે ડભોડા પાસેથી દારૂ અને બીયરનો મોટો જથ્થો જેની કિંમત રૂ.5 લાખ ઉપજે છે તે જપ્ત કર્યો હતો. આ કાર પણ રાજસ્થાન તરફથી આવી રહી હોવાની બાતમી મળી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular