અમદાવાદમાં 35% પોલીસકર્મીઓ બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ છે

0
0

લોકોના રક્ષણની જવાબદારી જેમના શિરે છે. તેવા પોલીસકર્મીઓ પોતાનું ધ્યાન રાખી શકતા નથી. રાજ્યના તમામ સરકારી વિભાગોમાં પોલીસ સ્ટેશન એક એવું વિભાગ છે કે, જેના દરવાજા 24 કલાક ખુલ્લા રહે છે. પોલીસની નોકરી એવી હોય છે કે, તેમાં ફરજનો કોઈ સમય નક્કી હોતો નથી. 24 કલાકની નોકરી કરતા પોલીસ કર્મીઓ પણ કેટલીક બીમારીઓનો ભોગ બને છે. જેના કારણે કેટલીક વાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, હાર્ટ એટેકથી અથવા તો બ્લડ પ્રેસરની બીમારીના કારણે ફરજ પર પોલીસ કર્મીઓના મોત નીપજ્યા હોય. પોલીસકર્મીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ફિટનેશ અને તાલીમ માટે ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

 

પોલીસ વેલ્ફેર હોસ્પિટલમાં માર્ચ 2018થી એપ્રિલ 2019માં કુલ 6,147 પોલીસકર્મીઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાંથી 3,917 પોલીસકર્મીઓ જ સ્વસ્થ હતા. 775 પોલીસકર્મી હાઈપર ટેન્શન કે, હદયની બીમારીનો શિકાર હતા, 703 જેટલા પોલીસકર્મી વ્ય્શનના કારણે બીમાર હતા, 380 પોલીસકર્મીઓને ડાયાબીટીસની બીમારી હતી, 249 પોલીસકર્મીઓને પાંડુરોગ કે, લોહીની ઉણપ દેખાઈ રહી હતી. માત્ર પુરુષ પોલીસકર્મી જ બીમારીનો શિકાર છે એવું નથી પણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીમાં પણ હિમોગ્લીબીનની ઉણપ જોવા મળી હતી.

ઉલેખનીય છે કે, સતત કામ અને તણાવગ્રસ્ત સ્થિતિમાં રહેતા પોલીસકર્મીઓ યોગ અને કસરત કરીને પોતાની તંદુરસ્તી જાળવી રાખે તે માટે પોલીસકર્મીઓને ટ્રેનીંગ દરમિયાન કસરત અને યોગ કરાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here