અમદાવાદમાં પાંચ વર્ષ દરમિયાન 94 પ્રોજેક્ટ અને 689 કરોડના કામ બાકી રહ્યાં, મેયર મહિલાઓ માટે જાહેર શૌચાલયોની વ્યવસ્થા પણ ના કરી શક્યા

0
17

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખની ટર્મ પુરી થવાના છેલ્લા સમયે સામાન્ય સભાની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં વિપક્ષના નેતાએ શાસક પક્ષ પર આક્ષેપો કરતાં કહ્યું હતું કે સ્માર્ટ સીટીના સ્માર્ટ મેયરે શહેરીજનોને આપેલા વાયદાઓ પૂર્ણ નથી કર્યાં. કોર્પોરેશનમાં ભાજપના પાંચ વર્ષના શાસનમાં 94 પ્રોજેક્ટ સહિત 689 કરોડના કામ બાકી રહી ગયાં છે. મેયર પોતાની ટર્મ દરમિયાન ઘણા વિવાદિત રહ્યાં હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો હતો.

એકપણ વાર વિપક્ષને બોલવાની તક ના અપાઈ
AMCમાં સામાન્ય સભાની વર્ચ્યુઅલ બેઠકમાં વિપક્ષના નેતા કમળાબેન ચાવડાએ ભાજપના શાસકો અને મેયર પર આક્ષેપો કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે શહેરના મેયર પોતાની ટર્મ દરમિયાન ઘણા વિવાદિત રહ્યાં છે. તેઓ શહેરીજનોને આપેલા વાયદાઓ પૂર્ણ કરવામાં પણ અસક્ષમ રહ્યાં છે. જેથી તેમણે જનતાને આપેલા વાયદાઓ માત્ર કાગળ પર જ રહી ગયાં છે. કમળાબેને કહ્યું હતું કે AMCની સામાન્ય સભામાં શાસકે એક પણ વાર વિપક્ષને બોલવાની તક આપી નથી. જ્યારે જ્યારે વિપક્ષે મુદ્દાઓ ઉઠાવ્યા ત્યારે મેયરે સભાને બરખાસ્ત કરી છે.

પાંચ વર્ષમાં 689 કરોડના કામ બાકી રહ્યા

વર્ષ બાકી કામ (કરોડમાં)
2016-17 106.50
2017-18 71.00
2018-19 108.84
2019-20 140.00
2020-21 263.00

​​​​​​​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here