અમદાવાદમાં એક શખ્સે કૂતરા પર એક્ટિવા ચડાવ્યું, પ્રાણી પ્રેમીએ રોકતા ‘વચ્ચે નહીં પડવાનું’ કહી ધમકી આપી

0
0

શહેરમાં રખડતા કૂતરા પર સોસાયટીમાં રહેતા એક શખ્સે એક્ટિવા ચડાવી દેતા કૂતરાને પગે ઇજા થઇ હતી. આ ઘટના અંગે મહિલાએ યુવકને રોકતા તેમને ધમકી આપી હતી. આ સમગ્ર મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દીપાબેન જોશીએ પાલડી પોલીસ સ્ટેનમાં ફરિયાદ નોંધાવી છે કે માર્કંડ નામના વ્યક્તિએ સોસાયટીમાં રખડતા કૂતરાને માર માર્યો હતો જે અંગે તેમને રોકતા તેમને વચ્ચે નહીં પડવા કહ્યું હતું.

ફરિયાદી દીપાબેન એનિમલ વેલફેર માટે કામ કરતી સંસ્થા સાથે જોડાયેલા છે. થોડા સમય અગાઉ એક વ્યક્તિએ ફરીથી રખડતા કૂતરા પર એક્ટિવ ચડાવ્યું હતું. જેથી કૂતરાને પગમાં ઇજા થઇ હતી. આ બનાવ અંગે તેમણે તે યુવકને ઠપકો આપતા તેણે દીપાબેનને અને તેમની સાથેના લોકોને ધમકી આપી હતી. જેથી દીપાબેને આ અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં એનિમલ કૃઅલ્ટી એક્ટ અને ધમકી આપ્યા સંદર્ભે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગત મે માસમાં રાણીપમાં કાર પર બેસતા કૂતરાની એરગનથી હત્યા કરી હતી

ગત મે માસમાં પણ શહેરના રાણીપ વિસ્તારમાં અબોલ જીવ પર અત્યાચારની ઘટના સામે આવી હતી. રાણીપના ગીતા એપાર્ટમેન્ટમાં યુવકે કાર પર બેસતા કૂતરાને એરગનથી ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે રાણીપ પોલીસે જીગર પંચાલ નામના યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રાણીપના ગીતા એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ ઠાકરે કરેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ ઘરે હતા ત્યારે તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતા જીગર પંચાલ પોતાની ગેલેરીમાંથી એરગનથી ફાયરિંગ કરી કૂતરાને ડરાવતા હતા. તેમને આમ ન કરવાનું કહેતા જીગર ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે આ કુતરું દરરોજ તેની ગાડી પર બેસી જાય છે. ગાડી ગંદી કરે છે અને લીસોટા પાડે છે. એટલુ જ નહીં કેટલીકવાર ગાડીનું કવર પણ ફાડી નાંખે છે. જીગરને આવી રીતે ફરી ન કરવાનું કહેતા તે ગુસ્સે થઈને પાછો ઘરમાં જતો રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here