અમદાવાદમાં 1400 વાહનચાલકોને સરેરાશ આટલા લાખનો દંડ, વાહન વેચે તો પણ ન ભરાય

0
14

પાંચથી વધુ ઈ-ચલણ નહીં ભરનારા વાહન ચાલકો પાસેથી રૂ.35 કરોડનો દંડ વસૂલ કરવાનો છે. પાંચથી વધુ ઈ-મેમો નહીં ભરનારા 1400 લોકો છે. 1400 લોકોએ વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.2.50 લાખનો દંડ થાય છે. તે પોતાનું વાહન વેચીં નાંખે તો પણ વેરો ભરી શકે તેમ નથી. 1400 લોકોએ નોટિસ મળ્યાથી 10 દિવસની અંદર દંડ જમા કરાવવા કહેવામાં આવ્યું છે.10 દિવસમાં દંડ નહીં જમા કરાવનારા ચાલકના વાહનની આરસી બુક અને લાયસન્સને રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

એક કાર ચાલકને 111 ઈ-મેમો મળ્યા છે. જેના દંડની રકમ 38 હજાર જેટલી થાય છે. ટ્રાફિક વિભાગ ઈ-મેમાના દંડની વસૂલાત માટે સ્પેશિયલ રિકવરી સ્કવૉડ બનાવશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ આ કામગીરીમાં જોડાશે.

શહેર ટ્રાફિક વિભાગે છેલ્લા ચાર વર્ષમાં ટ્રાફિક સીગ્નલ તોડવાના રૂ.78 કરોડ દંડના ઈ-મેમો ઈસ્યુ કર્યા છે. જેમાં વસૂલાત રૂ.24 કરોડની થઈ શકી છે. જે 33 ટકા જેવી થઈ છે. નોટિસ બાદ 10 દિવસમાં દંડની રકમ નહીં ભરવામાં આવે તો વાહન ચાલકનું લાયસન્સ અને આરસી બુક રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

જાન્યુઆરી-2015થી ઓક્ટોબર-2019 સુધીના સમયગાળામાં કુલ રૂ.78 કરોડના ઈ-મેમો માંથી રૂ.54 કરોડની વસૂલાત થઈ શકી નથી.

ખાનગી કંપનીના કર્મચારીઓને લાવવા-લઈ જવા માટે વપરાતી બસોમાં સીટની સંખ્યાને લઈને અનેક વખત ટ્રાફિક પોલીસ સાથે કંપનીને ઘર્ષણ-વિવાદ થતો હતો. અગાઉ પોલીસ કમિશનરે 30 સીટોની ક્ષમતા ધરાવતી ખાનગી બસોને શહેરના માર્ગો પર દોડાવવા માટે મજૂંરી આપી હતી. જો કે, આ જાહેરનામામાં સુધારો કરી પોલીસ કમિશનર એ.કે.સિંઘે 33 સીટની ક્ષમતા ધરાવતી બસોને અમદાવાદ શહેરના માર્ગો પર ચલાવવાની મજૂંરી આપી છે.

ટ્રાફિક નિયમોના પાલન માટે તેમજ લોકજાગૃત્તિ માટે પશ્ચિમ અમદાવાદના 21 જંકશન પર 24 કલાક માટે ટ્રાફિક સિર્નલ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આશ્રમ રોડ પર આવેલા ઉસ્માનપુરા, ઈન્કમટેક્સ, માઉન્ટ કાર્મેલ, ડીલાઈટ-વલ્લભસદન, નહેરૂબ્રિજ, ટાઉનહોલ, પાલડી, મહાલક્ષ્‍મી, મહાલક્ષ્‍મી પાંચ રસ્તા, સી.જી.રોડ પર આવેલા પરિમલ ગાર્ડન, પંચવટી, બોડીલાઈન, ગીરીશ કોલ્ડ્રીંકસ, સ્વસ્તિક, સ્ટેડીયમ અને એસ.જી.હાઈ-વે પરના વાયએમસીએ કલબ, કર્ણાવતી કલબ, પ્રહલાદનગર, પકવાન, હેબતપુર તથા કારગીલ જંકશન પર રાઉન્ડ ધ કલોક ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here