અમદાવાદમાં મુસાફરો સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી ST બસમાં મુસાફરી કરી શકશે

0
3

  • રાત્રિ કર્ફ્યૂને કારણે 8 વાગ્યા બાદ ST બસની સેવા સવારે 6 વાગ્યા સુધી બંઘ કરી દેવામાં આવશે

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં બે દિવસ માટે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. જે આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં હવે માત્ર રાત્રિ કર્ફ્યૂ જ અમલમાં રહેશે. અમદાવાદમાં શનિવાર અને રવિવાર દરમિયાન ST બસોને અમદાવાદમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારે હવે માત્ર રાત્રિ કરફ્યૂ હોવાથી ST વિભાગે ફરીવાર મહત્વનો નિર્ણય લીધો છે. ST વિભાગે મુસાફરો માટે સવારે 7 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ST બસોને દોડાવવાનો નિર્ણય કર્યો છે. મુસાફરો રાત્રે 8 વાગ્યા સુધી ST બસમાં મુસાફરી કરી શકશે.

કર્ફ્યૂને કારણે અમદાવાદમાં STની અવરજવર પર પ્રતિબંધ મુકાયો હતો
દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધવાથી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ છે. ત્યારે અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. એ સમયે અમદાવાદ STના ડેપો મેનેજર એચ.એન.દવેએ વાતચીતમાં જણાવ્યું હતું કે કરફયુને લઈ અમદાવાદમાં એસટીના અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here