Sunday, January 23, 2022
Home'AK vs AK'માં યુનિફોર્મ પહેરીને અનિલ કપૂરે ગાળ બોલી, વાયુસેનાએ કહ્યું- આ...
Array

‘AK vs AK’માં યુનિફોર્મ પહેરીને અનિલ કપૂરે ગાળ બોલી, વાયુસેનાએ કહ્યું- આ સીનને હટાવો

અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ ફિલ્મ ‘AK vs AK’માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદ થયો છે. ફિલ્મના એક સીન સામે વાયુસેનાને વાંધો છે. વાયુસેના તરફથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે અને ફિલ્મમાંથી આ સીન હટાવી દેવાનું કહેવામાં આવ્યું છે.

શું છે સીનમાં?

‘AK vs AK’ના એક સીનમાં અનિલ કપૂર બ્લૂ શર્ટ તથા IAF (ઈન્ડિયન એરફોર્સ)ના બેજ સાથે જોવા મળે છે. તેની સાથે બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ છે. અનિલ કપૂર ડિરેક્ટરનો કોલર પકડીને આપત્તિજનક શબ્દો બોલે છે.

વાયુસેનાએ શું પોસ્ટ કરી?

વાયુસેનાએ ‘AK vs AK’ નો વીડિયો શૅર કરીને કહ્યું હતું કે આ વીડિયોમાં વાયુસેનાના યુનિફોર્મનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ભાષા પણ યોગ્ય નથી. આ દેશ માટે યુનિફોર્મ પહેરનારા જવાનોને યોગ્ય રીતે બતાવવામાં આવ્યા નથી. આ સીન ફિલ્મમાંથી હટાવી લેવો જોઈએ.

વાયુસેનાની પોસ્ટ પર હજી સુધી નેટફ્લિક્સ કે ફિલ્મની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

શું છે ફિલ્મમાં?

ફિલ્મમાં અનુરાગ કશ્યપ ડિરેક્ટર તરીકે તથા અનિલ કપૂર એક્ટર તરીકે જોવા મળે છે. ફિલ્મમાં અનુરાગ એક્ટર અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરની દીકરીનું અપહરણ કરી લે છે. તે અનિલ કપૂરને કહે છે કે તેની પાસે માત્ર 10 કલાક છે અને તે ઈચ્છે તો આ 10 કલાકમાં તેની દીકરીને બચાવી શકે છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં જાહન્વીની ફિલ્મ ‘ગુંજન સક્સેના’ અંગે પણ વિવાદ થયો હતો.

ફિલ્મના પ્રમોશન માટે ખોટી લડાઈ લડી હતી

નોંધનીય છે કે થોડાં દિવસ પહેલાં જ અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયામાં એકબીજાને આડેહાથ લીધા હતા. બંનેએ એકબીજાને ખરું-ખોટું સંભળાવ્યું હતું. જોકે, પછીથી યુઝર્સને ખ્યાલ આવી ગયો કે તેઓ ‘AK vs AK’ના પ્રમોશન માટે આમ ખોટી લડાઈ લડી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular