સુરત : અમરોલીમાં યુવકે લગ્નની લાલચે અવાર નવાર શારીરિક સંબંધ બાંધી યુવતીને તરછોડી ધમકી આપી

0
14

અમરોલી વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. વિશ્વાસમાં આવી ગયેલી યુવતી પર યુવકે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં યુવતીએ લગ્નનું કહેતા યુવક નાસી ગયો હતો અને જતા જતાં ધમકી આપી હતી કે કોઈને કહીશ તો મારી નાખીશ. જેથી યુવતીએ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું

અમરોલી પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર અમરોલી કોસાડ આવાસ ખાતે અનિલ કાળુ માંગુકીયા રહે છે. તેણે પોતાના જ વિસ્તારમાં રહેતી યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવતીને લગ્ન કરવાની લાલચ તથા વિશ્વાસમાં લઈને અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

લોકડાઉન બાદ દુષ્કર્મ ગુજાર્યું

અનિલ માંગુકીયાએ વિશ્વાસ સંપાદીત કરી લીધા બાદ યુવતીને પોતાનું મન થાય ત્યારે અને મરજી પ્રમાણે અલગ અલગ જગ્યાએ લઈ જતો હતો ત્યાં તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. લોકડાઉન બાદ સપ્ટેમ્બર 2020થી અત્યાર સુધીમાં અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પીડિતાએ પોલીસ ફરિયાદમાં લખાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here