અમેરિકામાં જોડિયાં બહેનો બ્રિટની અને બ્રિયાનાએ 3 વર્ષ પહેલાં જોડિયાં ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા

0
2

ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં બે જોડિયાં બહેનો બ્રિટની અને બ્રિયાના ડીને જોડિયાં ભાઈઓ જોશ અને જેરેમી સેયર્સ સાથે લગ્ન કર્યા હતા. આ બંને કપલે લગ્ન પણ સાથે જ કર્યા હતા. તેમના લગ્ન થયા પછી સોશિયલ મીડિયાથી લઈને હોમટાઉનમાં સેલિબ્રિટીની જેમ લોકો તેમને ટ્રીટ કરવા લાગ્યા.

વેડિંગ દરમિયાન કપલે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે અમારે ત્યાં જોડિયાં બાળકોનો જન્મ થાય. અમારી ઈચ્છા છે કે અમારા બાળકોનો જન્મ પણ એક જ દિવસે થાય. અમે બાળકોને સાથે મોટા થતા જોવા માગીએ છીએ.

બ્રિટની અને જોશના ઘરે હમણાં જ દીકરાનો જન્મ થયો છે. તેણે સોશિયલ મીડિયા પર જાણકારી આપી કહ્યું, મને જણાવતા ખુશી થઇ રહી છે કે બ્રિટની એક દીકરાની માતા છે. બ્રિયાના પણ ટૂંક સમયમાં ગુડ ન્યૂઝ આપશે. બંને કપલને વિશ્વાસ છે કે તેમના બાળકોને ચાર પેરેન્ટ્સનો પ્રેમ મળશે. બંને બહેનો અને તેમના પતિએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 14 ઓગસ્ટ, 2020ના રોજ પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here