રાજકોટ : જૂના પ્રેમપ્રકરણમાં ચાર શખ્સોએ યુવાનને ધોકા-પાઈપથી માર માર્યો, બીડીના ડામ પણ દીધા,

0
12

રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં લાભદીપ સોસાયટીમાં રહેતા યોગેશ જમનભાઈ ધોકીયાને ચાર શખ્સોએ ધોકા-પાઈપથી માર માર્યો હતો. ઢોર માર માર્યા બાદ યુવાનને બીડીના ડામ દેવામાં આવ્યા હતા. યોગેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે યોગેશે પોલીસમાં અમિત લાડવા, મનિષ લાડવા, પરષોત્તમ લાડવા અને પારસ લાડવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ IPC 323, 504, 506 (2), 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યોગેશ વિરૂદ્ધ અગાઉ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો.

ચારેય શખ્સોએ કહ્યું હતું કે આજે તને મારી નાખવો છેઃ યોગેશ

યોગેશે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પત્ની આશા અને એક દિકરો તથા એક દીકરી સાથે રહુ છું. મારા મમ્મી-પપ્પા અને નાનો ભાઇ તેના પરિવાર સાથે નીચેના માળે રહે છે. બુધવારે રાતે હું સુથારી કામ કરી ભરૂડી ટોલનાકેથી આવ્યો હતો અને આમ્રપાલી ફાટક પાસે કામ માટે ગયો હતો. ત્યાંથી મિત્ર ભરતભાઇ ગોવિંદભાઇ ગાંગલીયા કે જે મારી સાથે સુથારી કામ કરે છે તેને બાઇકમાં બેસાડી આમ્રપાલી ફાટકથી રૈયા રોડ તરફ મારા ઘરે જવા નીકળ્યો હતો. આ સમયે રૈયા રોડ હંસરાજનગર સોસાયટી પાસે અમિત લાડવા અને તેનો ભાઇ પારસ લાડવા મારા બાઇક આડે આવી ઉભા રહી ગયા હતાં. મને તથા બાઇકને ધક્કો મારી પછાડી દીધા હતાં. ભરત પણ પડી ગયો હતો. ત્યાં અમિત લાડવાનો ભાઇ મનિષ અને તેના મોટા બાપા પરષોત્તમ લાડવા ધોકા-પાઇપ સાથે આવી ગયા હતાં અને મને માર મારવા માંડ્યા હતાં. મનિષે મારી નાંખવાની ધમકી આપી હતી. ચારેયએ આજે તો તને મારી જ નાંખવો છે તેમ કહેતાં લોકોનું ટોળુ ભેગું થઇ જતા ચારેય ભાગી ગયા હતા.

અમિતની પત્ની સાથે યોગેશને અગાઉ પ્રેમસંબંધ હતો

આરોપી અમિતની પત્ની સાથે અગાઉ યોગેશને પ્રેમસંબંધ હતો. આથી અમિતે તેનો ખાર રાખી હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. યોગેશ અને અમિતની પત્ની સાથે 45 દિવસ સુધી ભાગી ગયો હતો. બાદમાં યોગેશ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. અમિતે પત્ની સાથે પ્રેમપ્રકરણનો ખાર રાખી પારસ, પરષોત્તમ અને મનિષને સાથે રાખી ધોકા-પાઈપથી યોગેશ પર તૂટી પડ્યા હતા. યોગેશના પીઠના ભાગે ઈજાના નિશાન અને બીડીના ડામના નિશાન જોવા મળ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here