સંસ્કાર નગરી ગણાતા આણંદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે હત્યાઓ થઇ છે.ગત રાત્રીએ આણંદ જુના બસ મથક વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિર પાસે જાહેરમાં પોઈન્ટ બ્લેન્ક રેંજથી ગોળી મારી એક યુવકની હત્યા કરી નાખવામાં આવી છે.જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ મેલડી માતા મંદિર પાસે આવેલ ઝુપડપટ્ટીમાં રહેતા સંજય શીવાભાઈ સોલંકી(દેવીપુજક )છુટક કપડાની ફેરી ફરવાનો વ્યવસાય કરતો હતો, જયારે તેનું ફેમીલી રેલ્વે સ્ટેશન પાસે દાબેલીની લારી બહાર પાણી વેચવાનો વ્યવસાય કરે છે મૃતક સંજયને આણંદના કુખ્યાત ગુનેગાર ઇલ્યાસ મચ્છી સાથે થોડા સમય પહેલા નાણાની લેતી દેતી મામલે ઝગડો થયો હતો જેથી ગઈકાલે મોડી રાત્રે ઇલ્યાસ મચ્છી એકટીવા લઇ મેલડી માતા ઝુપડપટ્ટી પાસે પહોચી ગયો હતો અને સંજય સાથે ઉઘરાણી ચાલુ કરી હતી.
તે જ સમયે અચાનક સંજય કઈ પણ વિચારે તે પહેલા જ ઇલ્યાસ મચ્છીએ પોતાની પાસે રહેલ ૭.૬૫ એમ એમ પોઈન્ટ બ્લેન્ક રેંજ પિસ્ટલથી સંજય પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો.ગોળી વાગતા જ સંજયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સંજયના સાત વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને ત્રણ બાળકોના પિતા સંજયના ભાઈનું એક મહિના પહેલા જ હાર્ટ એટેકથી અવસાન થયું હતું ,અચાનક એક જ મહિનામાં બે બે પુત્રો ના મોત થી સંજયના પરિવારની સ્થિતિ દયનીય બની જવા પામી છે
સંજયની જાહેરમાં ફાયરીંગ કરી હત્યા કરનાર આરોપી ઇલ્યાસ મચ્છી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે સંજય અગાઉ પણ વિદેશી દારૂની હેરાફેરી અનેહથિયારોની હેરાફેરીમાં અવારનવાર જેલ યાત્રા કરી ચુકેલો છે.
હાલ તો આણંદ સીટી પોલીસે ઘટના સ્થળેથી ફૂટેલા કારતુસનું ખોખું ,ઘટના સ્થળ પર જે જગ્યા પર લોહી પડ્યું હતું તે માટી એફ એસ એલમાં મોકલી આપી સમગ્ર મામલાની તપાસ આણંદ ડીવીઝન ના નાયબ પોલીસ અધિક્ષક ધ્વરા કરવામાં આવી રહી છે અને આરોપીને ઝડપી પડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.