Friday, April 19, 2024
Homeગુજરાતઅમીરગઢના આવલ ગામમાં અજગર દેખાતા અફરા તફરી મચી

અમીરગઢના આવલ ગામમાં અજગર દેખાતા અફરા તફરી મચી

- Advertisement -

અમીરગઢ તાલુકાના આવલ ગામના ખેતરમાં સીમમાં અજગર દેખાતા અફરા-તફરી મચી જવા પામી હતી. જેમાં ખેડૂત ખેતરમાં કામ અર્થ જતા ખેતરમાં અજગર જોતા ખેડૂતે અમીરગઢ તાલુકા ફોરેસ્ટ અધિકારી હસમુખ મોદીને જાણ કરતા તત્કાલિક ઘટના સ્થળ પર ફોરેસ્ટ વિભાગ પહોંચી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં અમીરગઢ તાલુકાના આવલ ગામે આજે એક ખેડૂતોના ખેતરમાં ત્રણથી ચાર ફૂટ લાંબો અજગર દેખાતા અફરા- તફરી મચી જવા પામી હતી. ખેતરમાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ખેડૂતને અજગર દેખાતા જ ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી. જોકે અમીરગઢ તાલુકા ફોરેસ્ટ ઓફિસર હસમુખભાઈ મોદી તેમજ બીટ ગાડ આર. બી. ઠાકોર ફોરેસ્ટ ચોકીદાર અજીતસિંહ ડાભી તત્કાલિક આવલ ગામે દોડી પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું જોકે ભારે જહમત બાદ અજગરને પકડી પાડી ફોરેસ્ટ વિભાગ દ્વારા સુરક્ષિત જગ્યાએ જંગલમાં અજગરને છોડી મૂકવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular