બાલકોટમાં અમે પાક.સેના બ્રિગેડ પર ત્રાટકવાના હતાઃ પૂર્વ એરચીફ ધનોઆ

0
15

ભારતના પૂર્વ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક દેશના છેલ્લા 47 વર્ષના ઈતિહાસમાં પોતાની રીતની પ્રથમ સૈનિક વગરની બચાવ કાર્યવાહી હતી. ધનોઆએ કહ્યું કે બાલાકોટનો હેતુ પાકિસ્તાન સરકાર અને ત્યાં છુપાયેલા આતંકી સંગઠનોને એ સંદેશો આપવાનો હતો કે ભારત પર કરવામાં આવેલ હુમલાની તેમણે કિંમત ચુકવવી પડશે. ચંદીગઢમાં પંજાબ સરકાર તરફથી આયોજિત મિલિટ્રી લિટરેચર ફેસ્ટિવલમાં અંડરસ્ટેન્ડિંગ ધ મેસેજ આેફ બાલાકોટકાર્યક્રમ પર ચર્ચા દરમિયાન ધનોઆએ કહ્યું બાલાકોટ એક્શનનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો કે આતંકવાદીઆેને આશરો કે ટ્રેનિંગ આપવા જેવી કોઈ પણ ભારત વિરોધી કાર્યવાહીનો સખ્ત રીતે જવાબ આપવામાં આવશે.આતંકી હુમલા પ્રત્યે સરકારનું વલણ પણ બદલાયુંબાલાકોટ પર ચર્ચા દરમિયાન પેનલમાં પૂર્વ એર ચીફ માર્શલ ધનોઆ, સ્ક્વાડ્રન લીડર સમીર જોશી અને રક્ષા એક્સપર્ટ પ્રવીન સાહની પણ હાજર હતા. ધનોઆએ આતંકી હુમલા પ્રત્યે ભારત સરકરાના બદલાયેલા વલણની પ્રશંસા કરતા કહ્યું કે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ અને 2008ના આતંકી હુમલા બાદ અમારી તરફથી કોઈ સૈન્ય પ્રતિqક્રયા આપવામાં આવી ન હતી. જોકે 2016માં ઉરી હુમલા બાદ વાયુસેનાએ પીઆેકેમાં ઘુસીને આતંકીઆેના લોન્ચ પેડનો નાશ કર્યો હતો. તેનાથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ મળ્યો કે નવી સરકાર કોઈ પણ મોટા હુમલાનો જવાબ કઈ રીતે આપવો તે જાણે છે.

ધનોઆએ જણાવ્યું કે 14 ફેબ્રુઆરીમાં કરવામાં આવેલા પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને એ ડર સતાવવા લાગ્યો હતો કે ભારત તરફથી તેનો જવાબ આપવામાં આવશે, જોકે સવાલ માત્ર બે જ હતા- કયાં અને ક્યારે અમે નિર્ણય કર્યો કે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશના ટ્રેનિંગ કેમ્પનો નાશ કરીશું. સરકાર અને રાજકીય ઈચ્છાશિક્ત પણ સ્પષ્ટ હતી કે પાકિસ્તાન અને જૈશને એ સંદેશ પહાેંચે કે ભારત પર કરેલા હુમલાની કિંમત ચૂકવવી પડશે. પછી તમે કોઈ પણ જગ્યાએ હોવ. પાકિસ્તાન કે પીઆેકે. અમે તમારા સુધી જરુર પહાેંચીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here