Monday, December 5, 2022
Homeગુજરાતબનાસકાંઠામાં જિલ્લામાં લમ્પી વાયરસના નવા 62 કેસ નોંધાયા

બનાસકાંઠામાં જિલ્લામાં લમ્પી વાયરસના નવા 62 કેસ નોંધાયા

- Advertisement -

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના કુલ 14 તાલુકા લમ્પી વાઇરસની ચપેટમાં આવ્યાં છે. વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 62 જેટલા પશુઓ પર રોગની અસર જોવા મળી હતી. તેમજ 01 પશુનું મોત થયું હતું. જિલ્લાના કુલ 969 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસની અસર દેખાઈ છે. તંત્ર દ્વારા જિલ્લામાં 12 લાખ 49 હજાર 048 જેટલાં પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. તંત્રએ પુરજોશમાં રસીકરણની કામગીરી હાથ ધરી છે. આજે નવા 62 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી હતી. જ્યારે 01 પશુનું મોત થયું હતું. જિલ્લાના 14 તાલુકાના 969 ગામોમાં લમ્પીનું સંક્રમણ ફેલાયું છે. અત્યાર સુધીમાં કુલ 38 હજાર 173 પશુઓ લમ્પીની ચપેટમાં આવ્યાં છે. અત્યાર સુધી કુલ 872 પશુઓના મોત થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular