અમદાવાદ : બાપુનગરમાં ચાઈનીઝ દોરી વાગતાં યુવકને 12 ટાંકા આવ્યા

0
22

અમદાવાદ: ઉત્તરાયણના તહેવારને હજુ 20 દિવસની વાર છે ત્યારે બુધવારે સાંજે બાપુનગરમાં એક્ટિવા પર પસાર થઈ રહેલા યુવકને આંખ અને ગાલના ભાગે ચાઈનીઝ દોરીથી ઈજા થઈ છે.જેમાં વાહનચાલકને 12 ટાંકા લેવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા એક વકીલને ચાઈનીઝ દોરી વાગતાં ગળાના ભાગે ઈજા થતાં 30થી વધુ ટાંકા લેવા પડ્યા હતા.

બાપુનગર હીરાવાડી પાસે સાંજના સમયે એક્ટિવા લઈ પસાર થઈ રહેલા ભાવેશભાઈ નાવડિયાને અચાનક ક્યાંકથી આવેલી ચાઈનીઝ દોરી ગાલ પર ઘસાતા તેમણે વાહન થોભાવ્યું હતું જો કે ત્યાં સુધીમાં દોરીએ તેમની આંખ પાસેથી પસાર થઈ તેમને લોહીલુહાણ કરી નાંખ્યા હતા.

મારા જેવું ન થાય તે માટે હેલ્મેટ પહેરો
ભોગ બનેલા યુવક ભાવેશ નાવડિયાએ કહ્યું કે, મારા જેવું ન થાય તે માટે લોકોને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા અથવા તો વાહન પર સળિયો લગાવવો જોઈએ. દોરી વાગી ત્યારે જીવદયા સંસ્થા સાથે જોડાયેલા કાર્યકરે હોસ્પિટલમાં પહોંચાડતા મારો જીવ બચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here