બારડોલીમાં કરણી સેનાના યુવક-યુવતીઓએ તલવારબાજી સાથે મહાઆરતી કરી

0
0

બારડોલી : નવરાત્રી નું પર્વ ચાલી રહ્યું છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી  ખાતે રામ વાડીમાં ચાલી રહેલા ‘સ્વર્ણિમ ગરબા’ માં ‘રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના’ દ્વારા તલવાર આરતી તલવાર રાસ નું આયોજન કરાયું હતું . રાજપૂત સમાજના યુવાનો, નાના ભૂલકાઓએ અને યુવતીઓએ આ કાર્યક્રમમાં આહલાદક તલવારબાજી દ્વારા માં આદ્યશક્તિની આરાધના કરી હતી.

માં આધ્યશક્તિના નવલા નોરતાં ચાલી રહ્યાં છે ત્યારે માતાજીના સાતમા નોરતે સુરત જિલ્લાના બારડોલી ખાતે અનોખું આયોજન કરાયું હતું . બારડોલીમાં રામ વાડી ખાતે જે.એસ.બી પાર્કમાં સ્વર્ણિમ ગ્રુપ દ્વારા ‘નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે શક્તિની ઉપાસના કરતા આવેલા રાજપૂત સમાજની ‘રાજપૂત કરણી સેના’ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું . રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા માતાજીની આરતીમાં તલવાર મહાઆરતી, અને તલવારબાજીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના રાજપૂત સમાજના ગામોમાંથી યુવક યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

રાજપૂત કરણી સેના ના કાર્યક્રમમાં સુરત જિલ્લાના વિવિધ ગામોમાંથી અભ્યાસ કરતા રાજપૂત સમાજની યુવતીઓ, નાના બાળકો અને યુવકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઘણાં દિવસોથી મહેનત કરીને તલવારબાજીના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સામાન્ય રીતે નવરાત્રી માં અને ખાસ કરીને સુરત જિલ્લામાં બીજી વાર આ પ્રકારનું આયોજન રાજપૂત સમાજની કરણી સેના દ્વારા નવરાત્રી પર્વ માં કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ માતાજીના સ્થાનક પાસે તલવારબાજી કરેલા કરતબથી સૌને મુગ્ધ પણ કરી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here