સુરત : બેગમપુરામાં દારૂના નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલે આખો મહોલ્લો માથે ઉપાડ્યો

0
35
  • લોકોને જાહેરમાં એલફેલ બોલતા પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરીનો લોકોએ વીડિયો બનાવ્યો
  • પોલીસ કર્મચારીઓએ દારૂના અડ્ડાઓ શરૂ કરાવ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું

સુરત. શહેરના બેગમપુરા વિસ્તારમાં મહિલા બુટલેગર ના અડ્ડા પર દારૂ પી એક પોલીસ કોન્સ્ટેબલે આખો મહોલ્લો માથે ઉપાડી દેતા ભારે હોબાળો થયો હતો. ગુરુવારની રાત્રે થયેલી આ બબાલ બાદ સલાબતપુરા પોલીસનો કાફલો બેગમપુરા દોડી ગયો હતો. લોકોને જાહેરમાં એલફેલ બોલતા પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરીનો લોકોએ વીડિયો બનાવતા પોલીસની આબરૂ છડેચોક ધજાગરા ઉડી ગયા હતા. લોકડાઉનના 55 દિવસ બાદ અપાયેલી થોડી છૂટછાટને ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓએ કમાણીનો અડ્ડો બનાવવા દારૂના અડ્ડાઓ શરૂ કરાવ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જોકે, આ બાબતથી પીઆઈએ હાથ ઊંચા કરી હું અજાણ હોવાનું કહેતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગુરુવારની રાત્રે નશામાં ચૂર કોન્સ્ટેબલના બચાવમાં આખો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. જ્યારે અધિકારીઓ આ ઘટનાથી દૂર રહ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here