બનાસકાંઠા : ભોરોલ ગામમાં બ્રહ્મ સમાજની દીકરીએ ધોરણ ૧૨ માં શ્રેષ્ઠ દેખાવ કરીને સમાજનું ગૌરવ વધાર્યું

0
77

કર્મકાંડનો વ્યવસાય કરતા મધ્યમ વર્ગના પરિવારની દીકરી કાજલ દવેએ ગામડામાં રહીને અભ્યાસ કરતી હતી.

લાખણી : ગુજરાતમાં ગઈકાલે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ વખતે ધોરણ ૧૨ ના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાનો ડંકો વાગ્યો છે ત્યારે થરાદ તાલુકાના ભોરોલ ગામના ગિરધરલાલ દવે ની સુપુત્રી કાજલબેન દવે કે જે ગામની શાળામાં અભ્યાસ કરતી હતી કાજલ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી  ‘આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહિ’ એમ કાજલ પોતાની મહેનત અને આવડત થી આગવી ધગશ સાથે ભણતી હતી તેના પરિવારમાં પિતા ગિરધરલાલ અને માતા મંજુબેન પણ તેને અભ્યાસમાં મદદરૂપ બની રહયા હતા એ દીકરીએ ગઈકાલે જાહેર થયેલા  ધોરણ ૧૨ ના પરિણામમાં  ૯૬.૩૮ પરસેન્ટાઇલ રેન્ક મેળવીને પરિવાર ગામ અને બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે દીકરીના શ્રેષ્ઠ દેખાવને લઈને પરિવારમાં ખુશી છવાઈ છે અને સ્નેહીજનો દીકરીને શુભેચ્છાઓ આપીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવે છે….

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here