Tuesday, February 11, 2025
Homeએન્ટરટેમેન્ટENTERTAINMENT : બિગ બોસ 18માં અડધી રાત્રે ઘરના સભ્યોની ઉડશે ઉંઘ! રાતોરાત...

ENTERTAINMENT : બિગ બોસ 18માં અડધી રાત્રે ઘરના સભ્યોની ઉડશે ઉંઘ! રાતોરાત થશે બેઘર?

- Advertisement -

આ અઠવાડિયે બિગ બોસ 18માં એક નહીં પરંતુ બે ઇવિક્શન થવાના છે. બિગ બોસે પોતે જાહેરાત કરી હતી કે આ અઠવાડિયે કોઈપણ બે સ્પર્ધકોને ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે. બિગ બોસે એ પણ સ્પષ્ટ કહ્યું હતું કે એક સ્પર્ધક જૂના સભ્યોમાંથી હશે અને એક ઘરમાં ત્રણ નવા વાઈલ્ડકાર્ડ એન્ટ્રીમાંથી હશે. આ સિવાય તેણે અદિતિ, યામિની અને એડનને પણ પોતાને સાબિત કરવા કહ્યું હતું. આ જાહેરાત પછી બધાને એવુ લાગ્યુ હતું કે વિકેન્ડ કા વાર પર બેઘર થવાનો નિર્ણય સંભળાવવામાં આવશે.

પરંતુ મળતી માહિતી અનુસાર પરિવારજનોને મોટો આઘાત લાગવાનો છે. બિગ બોસ 18નું પહેલું મિડ ઇવિક્શન થવા જઈ રહ્યું છે. સમાચાર અનુસાર શોના નિર્માતાઓએ ટીઆરપીના સ્તરને વધારવા માટે નવા ટ્વિસ્ટ અને ટર્ન લાવવાનું શરૂ કર્યું છે. આ અંગે સ્પર્ધકોએ વિચાર્યું પણ નહી હોય. માનવામાં આવી રહ્યું છે કે અચાનક અડધી રાત્રે બિગ બોસમાં મિડ એવિક્શનની જાહેરાત કરશે.

મળતી માહિતી મુજબ આ અંગે વાત કરીએ તો મિડ ઇવિક્શન વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની વચ્ચે થશે. જેથી અદિતિ, યામિની અને એડનને બોલાવવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અદિતિ મિસ્ત્રીનું પત્તુ કપાશે. જો કે હજુ સુધી શોના મેકર્સ કે ચેનલ દ્વારા આવી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં આ સમાચારોમાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે.
તો બીજી તરફ નોમિનેટેડ કન્ટેસ્ટેન્ટ્સની લિસ્ટમાં આ વખતે કરણવીર મેહરા, વિવિયન ડીસેના, અવિનાશ મિશ્રા, સારા અરફીન ખાન, શ્રુતિકા અર્જુન, તેજિન્દર બગ્ગા અને કશિશ કપૂરનું નામ સામેલ છે. આમાંથી કોઈપણ એક સ્પર્ધકની સફર ઘરમાં પૂરી થશે. ત્યારે ઇવિક્શનની આ વાતો વચ્ચે જોવાનું એ દિલચસ્પ રહેશે કે કોના પત્તા કપાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular