બોલિવૂડમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો; એક્ટર-ડિરેક્ટર સતીશ કૌશિકનો ટેસ્ટ પોઝિટિવ

0
9

બોલિવૂડમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. હવે એક્ટર-ડિરેક્ટર સતીશ કૌશિકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 64 વર્ષીય સતીશ કૌશિકે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. તેઓ ઘરમાં જ ક્વૉરન્ટીન છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

સતીશ કૌશિકની સો.મીડિયા પોસ્ટ

સતીશ કૌશિકની સો.મીડિયા પોસ્ટ

પોસ્ટ શૅર કરીને શું કહ્યું?

સતીશ કૌશિકે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મહેરબાની કરીને ધ્યાન આપો. મેં મારો કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો હતો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લાં થોડાં દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું અપીલ કરું છું કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે. તમારો પ્રેમ, શુભેચ્છા તથા આશીર્વાદ મારી મદદ કરશે. આભાર.’ ચાહકો તથા સેલેબ્સે સતીશ જલદીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી.

ક્વૉરન્ટીન પીરિયડમાં સારી સ્ક્રિપ્ટ આવશે

અનુપમ ખેરે પણ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘પ્રેમાળ સતીશ કૌશિક, પ્લીઝ તમારું ધ્યાન રાખો. મને વિશ્વાસ છે કે આ ક્વૉરન્ટીન પીરિયડમાં સારી સ્ક્રિપ્ટ સામે આવશે. એક્ટર-પ્રોડ્યૂસર-ડિરેક્ટર તરીકે તમે તમારા જીવનમાં ઘણાં જ વ્યસ્ત રહ્યાં છો. આ બ્રેક તમને ફરીથી જીવંત કરશે. પ્રેમ તથા પ્રાર્થના.’

અનુપમ ખેરે જલદી સાજા થવાની પ્રાર્થના કરી હતી

અનુપમ ખેરે જલદી સાજા થવાની પ્રાર્થના કરી હતી

છેલ્લાં થોડાં દિવસમાં ઘણાં સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા

છેલ્લાં થોડાં દિવસમાં ઘણાં સેલેબ્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. સિદ્ધાંત ચતુર્વેદી, આશીષ વિદ્યાર્થી, રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, મનોજ વાજપેઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ સેલેબ્સ ઘરમાં ક્વૉરન્ટીન છે. તારા સુતરિયાનો હાલમાં જ બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

રણબીર કપૂર હાલમાં હોમ ક્વૉરન્ટીન છે

રણબીર કપૂર હાલમાં હોમ ક્વૉરન્ટીન છે

‘શર્માજી નમકીન’માં જોવા મળશે

સતીશ કૌશિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તે ‘કાગઝ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મને ઘણો જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મ તેમણે જ ડિરેક્ટ કરી હતી. પંકજ ત્રિપાઠી લીડ રોલમાં હતો. સતીશ કૌશિકે હાલમાં જ દિલ્હીમાં પરેશ રાવલ સાથે ફિલ્મ ‘શર્માજી નમકીન’નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મ 4 સપ્ટેમ્બર, 2021ના રોજ રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here