બ્રાઝીલમાં મંગળવારે 3668ના મૃત્યુ થયા, પાકિસ્તાનના વડાપ્રધાનનો રિપોર્ટ નેગેટિવ

0
5

વિશ્વમાં કોરોનાના સંક્રમણ વધી રહ્યું છે. સૌથી ખરાબ સ્થિતિ બ્રાઝીલની છે. અહીં મંગળવારે 86,704 નવા કેસ આવ્યા અને 3668 લોકોના મૃત્ય થયા છે. આ કોરોનાના કારણે એક જ દિવસમાં જીવ ગુમાવનારાઓનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 26 માર્ચે 3600 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અહીં અત્યાર સુધીમાં 1.26 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ દરમિયાન 1.10 કરોડ લોકો સાજા થયા અને 3.17 લાખ લોકોના મોત થયા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઈમરાન 20 માર્ચે કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે 18 માર્ચે જ કોરોનાની વેક્સિન લગાવી હતી. પાકિસ્તાન સાંસદ ફૈજલ જાવેદે મંગળવારે વડાપ્રધાન ઈમરાન સાજા હોવાની માહિતી આપી છે.

કોરોના અપડેટ્સ…

બ્રાઝીલમાં કોરોના સંક્રમણના સતત વધતા કેસના કારણે રાષ્ટ્રપતિ બોલ્સનારોની મુશ્કેલી વધી છે. તાજેતરના ઘટનાક્રમમાં દેશના ત્રણ સેના પ્રમુખોએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. એક દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ બોલ્સનારોએ રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી સહિત 6 પ્રમુખ લોકોને તેમના પદ પરથી હટાવ્યા હતા.

બ્રાઝીલનો વિપક્ષ અને સરકારના અન્ય સહયોગી દળો કોરોના સંક્રમણના વધતા મામલાને લઈને સરકાર પર હુમલો કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે રાષ્ટ્રપતિ સંક્રમણના મામલાઓને ઘટાડવમાં નિષ્ફળ રહ્યાં છે. દેશમાં વેક્સિનને લઈને સરકારની તૈયારીઓ યોગ્ય નથી.

કેનેડામાં 55 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિન આપવામાં આવશે નહિ. માનવામાં આવી રહ્યું છે કે બ્લડ ક્લોટ જેવી સાઈડ ઈફેક્ટની ફરિયાદ મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં વેક્સિનેશન માટે બનેલી નેશનલ એડવાઈઝરી કમિટીએ આ પ્રતિબંધ લગાવ્યો છે.

અત્યાર સુધીમાં 12.87 કરોડ લોકો સંક્રમિત

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 5 લાખ 40 હજાર 713 સંક્રમિત મળ્યા છે. આ દરમિયાન 10 હજાર 854 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 12.87 કરોડ લોકો સંક્રમિત થયા છે. તેમાં 10.39 કરોડ લોકો સાજા થયા છે, જ્યારે 28.15 લાખ દર્દીઓના મૃત્યુ થયા છે. 2.20 કરોડ દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. તેમાં 95823 દર્દીઓની સ્થિતિ ગંભીર છે, જ્યારે 2.19 કરોડ દર્દીઓમાં કોરોનાના હલકા લક્ષણ છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા​​​​​​​

દેશ સંક્રમિત મૃત્યુ સાજા થયા
અમેરિકા 31,097,154 564,138 23,586,796
બ્રાઝીલ 12,664,058 317,936 11,074,483
ભારત 12,148,487 162,502 11,432,052
ફ્રાન્સ 4,585,385 95,337 292,796
રશિયા 4,536,820 98,442 4,155,996
UK 4,341,736 126,670 3,835,218
ઈટલી 3,561,012 108,879 2,889,301
તુર્કી 3,277,880 31,385 2,995,033
સ્પેન 3,275,819 75,305 3,042,352
જર્મની 2,809,510 76,833 2,521,800

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here