Friday, March 29, 2024
Homeવલસાડ : કોરોનાથી પત્રકારનું મૃત્યુ થાય તો વલસાડ પત્રકાર એસોસિએશન પરિવારને રૂ. ૧...
Array

વલસાડ : કોરોનાથી પત્રકારનું મૃત્યુ થાય તો વલસાડ પત્રકાર એસોસિએશન પરિવારને રૂ. ૧ લાખ આપશે. 

- Advertisement -
વલસાડ માં કોરોનાવાયરસની મહામારી સામે લડતાં કોરોના વૉરિયર્સ એવા મીડિયાકર્મીની સરકાર દ્વારા ઉપેક્ષા કરાઇ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પત્રકાર વેલફેર એસોસિયેશન, વલસાડ દ્વારા જો પત્રકારનું કોરોનાવાયરસને કારણે મૃત્યુ થાય તો તેમના પરિવારને રૂ. ૧ લાખની સહાય કરવામાં આવશે.
વિશ્વ આખું કોરોનાવાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોવિડ-૧૯ ના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે  આરોગ્ય, પોલીસ અને મીડિયાકર્મીઓ કોરોના વૉરિયર્સની ભુમીકા ભજવી રહ્યા છે. કોરોના સામે લડવામાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે કોરોના નો શિકાર બની જાય તેમ છે. સરકાર દ્વારા પોલીસ કર્મચારી અને આરોગ્ય કર્મચારીનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં રૂ. ૫૦ લાખના વિમાની જાહેરાત કરાઇ છે. મીડિયાકર્મીઓને મદદ થાય તે માટે ધારાસભ્ય, સાંસદઓએ પત્રો લખ્યા છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસીએશન દ્વારા પત્રકારોના હિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પત્રકાર એસોસિએશનમાં કોઈપણ મેમ્બર કોરોનાવાયરસ ની ચપેટમાં આવી મૃત્યુ પામે તેવા સંજોગોમાં જે તે પત્રકારના પરિવારને એસોસિએશન રૂ. ૧ લાખની સહાય કરશે. આ ઉપરાંત તેમના પરિવારને જીવન નિર્વાહમાં તકલીફ ન પડે તે માટે લાંબાગાળાનું આયોજન કરી સુવિધા ઉભી કરી આપવાનો પ્રયત્ન કરશે.  કોરોનાવાયરસથી પત્રકારનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં એસોસીએશન દ્વારા ૧ લાખની નાણાકીય સહાય કરવાનો ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો હોવાનું વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિયેશન ના પ્રમુખ હર્ષદ આહિરે જણાવ્યું હતું.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular