Friday, April 19, 2024
Homeઅમરેલી : ચાવંડમાં રૂ. 644 કરોડની પાણી પુરવઠા યોજનાનું CM રૂપાણીના હસ્તે...
Array

અમરેલી : ચાવંડમાં રૂ. 644 કરોડની પાણી પુરવઠા યોજનાનું CM રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત.

- Advertisement -

અમરેલીના ચાવંડમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાવડા ચાવંડ બલ્ક પાઇપ લાઇન યોજનાનું ખાતમુહૂર્ત કર્યુ છે. 644 કરોડના ખર્ચે અમલમાં આવનારી આ યોજનાથી સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં પીવાનું પાણી પૂરતી માત્રામાં પુરૂ પાડી શકાશે. ચાવંડ ખાતે અગાઉથી જ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં જતી પાઇપ લાઇન સાથેનો સંપ કાર્યરત છે. હવે અહીં વધુ ક્ષમતાવાળી પાઇપ લાઇનનું કામ હાથ ધરાશે. સરકાર દ્વારા આ માટે નાવડાથી ચાવંડ સંપ સુધી રૂપિયા 644 કરોડના ખર્ચે વધારાની મોટી પાઇપ લાઇન નાખવામાં આવશે. મહત્વનું છે CM વિજય રૂપાણીના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ખાસ પાલન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોને પીવાના પાણીનો લાભ મળશે

ચાવંડથી ધારી, બાબરા તથા સાવરકુંડલા તરફ પાઇપ લાઇન મારફત પાણી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંતઆ પાઇપ લાઇનથી જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટ જિલ્લામાં પણ પાણી પહોંચાડવામાં આવશે. નવી પાઇપ લાઇન નાખ્યા બાદ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોને પીવાના પાણીનો લાભ મળશે. કુલ 33 લાખ વસતિને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. યોજના પૂર્ણ થતા ગઢડાથી ચાવંડ સેકસન ઉપરાંત બાબરા, ધારી અને સાવરકુંડલા, જૂનાગઢ શહેર અને વિસાવદર, રાજકોટ જિલ્લાનું ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણા તાલુકો, પોરબંદર જિલ્લામાં રાણાવાવ, પોરબંદર અને કુતિયાણા તાલુકા ઉપરાંત શહેરી અને ઐદ્યોગિક વિસ્તારને પાણીનો લાભ મળશે.

ગુજરાતમાં 4 તબક્કામાં વેક્સિન આપવામાં આવશે- રૂપાણી

દેશમાં વેક્સિન ઝડપથી આવી રહી છે તેવા સંકેત મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોલ્ડ ચેઈન તેમજ લાભાર્થીઓની યાદી બનાવાઈ છે. અમરેલીના ચાવંડમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાર તબક્કામાં રસી અપાશે તેવી મહત્ત્વની જાહેરાત કરી છે.વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન થોડા જ સપ્તાહોમાં વેક્સિન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે ગુજરાતે વેક્સિન માટે પૂરી તૈયારી કરી લીધી છે. સ્ટોરેજ ફેસિલિટી હોય કે કોલ્ડ ચેઈન બધું જ તૈયાર છે. જેને વેક્સિન આપવાની છે તેનો પણ ડેટા છે. આ વેક્સિન ચાર તબક્કામાં અપાશે. સૌથી પહેલા હેલ્થ વર્કર જેવા કે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને અપાશે.

20 મહિનામાં યોજના પૂર્ણ કરાશે

આ યોજનાને કાર્યાન્વિત કરવા માટે 20 માસનો સમયગાળો આપવામાં આવ્યો છે. જૂન 2022 સુધીમાં યોજના પૂર્ણ કરી દેવામાં આવશે. આ માટે પાઇપ લાઇનના ઉત્પાદનની કામગીરી એજન્સી દ્વારા શરૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત જુદાજુદા ક્રોસિંગ માટે વિવિધ વિભાગોમાંથી લેવામા આવતી મંજૂરીની કાર્યવાહી પણ કરાઇ છે.

280 MLD ક્ષમતાની 85 કિમી લાંબી લાઇન

નાવડાથી ચાવંડ સુધી 85 કિમી લાંબી પાઇપ લાઇન પાથરવામાં આવશે. 280 એમએલડી ક્ષમતાની આ પાઇપ લાઇન મારફત પાણીનો વિશાળ જથ્થો ચાવંડ પહોંચાડાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular