હળવદ : ગૌવંશ પર હુમલા મામલે પોલીસે ચારેય ગામોમાં સઘન તપાસ હાથ ધરી

0
21
હળવદ : હળવદના ચાર ગામોમાં છેલ્લા થોડા સમયમાં ગૌવંશ ઉપર હુમલાના બનાવો વધ્યા છે.જેમાં અંજાણ્યા શખ્સોએ ગૌવંશ ઉપર એસિડ કે ઘાતકી હથિયારો વડે હુમલો કરતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.દરમિયાન આ મામલે સ્થાનિક ગામના યુવાનોએ મામલતદારને આવેદનપત્ર આપતા હળવદ પોલીસ હરકતમાં આવી છે અને આ બનાવો  મામલે હળવદ પોલીસે સઘન તપાસ હાથ ધરી આવું કૃત્ય કરનાર વિરુદ્ધ  જરૂરી પગલાં લેવા માં આવશે તેમ જણાવ્યુ હતુ.
હળવદ તાલુકાના કવાડીયા,સુખપર,શક્તિનગર, દેવીપુર અને  બોરડી ગામે  છેલ્લા થોડા દિવસોમાં અજાણ્યા શખ્સોએ ખાસ કરીને ગૌવંશને ટાર્ગેટ કરીને હુમલાઓ કર્યા હતા.જેમાં ગૌવંશ ઉપર એસિડ છાંટી અને ઘારીયા જેવા ઘાતક હથિયારોથી પ્રાણઘાતક હુમલા કર્યા હતા.અજાણ્યા શખ્સોએ ઈરાદા પૂર્વક ગૌવંશ ઉપર ઘાતકી હુમલા કરતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.જ્યારે આ નિર્દયી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અબોલ પશુઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પણ ગૌવશ ઉપર હુમલાના વધતા બનાવોને કારણે રોષે ભરાયેલા સ્થાનિક ગામના યુવાનો એ તાજેતરમાં હળવદ પોલીસને આવેદનપત્ર પાઠવી હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જેને પગલે હળવદ પોલીસના પી.આઈ સંદિપ ખાંભલા,યોગેશ દાન ગઢવી, તેજસભાઈ પટેલ સહિતનાઓ દ્વારા ઉપરોક્ત ચારેય ગામોમાં જે જગ્યા ઉપર ગોવિંદ પર હુમલા કરવામાં આવ્યા હતા તે જગ્યાએ જય તપાસ કરી હુમલાખોરોને ઝડપી લેવા સઘન તપાસ કરવામાં આવી હતી હરકતમાં આવી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here