કોરોના દેશમાં : છેલ્લા 24 કલાકમાં વિશ્વના 50 દેશોમાં મળીને 3.91 લાખ દર્દીઓ વધ્યા

0
0

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફાટી નીકળ્યો છે તેનો અંદાજો લગાવવો હોય તો હાલના નવા આંકડાઓ જોઈ શકો છો. શનિવારે વિશ્વના ટોપ-50 સંક્રમિત દેશોમાં મળીને 3.91 લાખ લોકોને સંક્રમણ લાગ્યું હતુ. જ્યારે એકલા ભારતમાં જ 3 લાખ 92 હજાર 459 દર્દીઓ નોંધાયા હતા. તેનો અર્થ એ કે ભારતમાં કુલ 50 દેશોના કેસ કરતાં એક હજાર વધુ દર્દીઓ મળી આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 2 રાહતના સમાચાર પણ છે. પ્રથમ એ છે કે શનિવારે, શુક્રવારની તુલનામાં કેસની સંખ્યામાં 9555 ઘટાડો થયો છે. શુક્રવારે દેશના રેકોર્ડ 4 લાખ 2 હજાર 14 લોકો પોઝિટિવ મળ્યા હતા. જે શનિવારે ઘટીને 3 લાખ 92 હજાર 459 થઈ ગયા છે. એ જ રીતે, વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. અહીં 3684 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. બ્રાઝિલમાં મૃત્યુઆંક 2278 હતો. અમેરિકા ત્રીજા નંબરે હતું. શનિવારે અહીં 661 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પ્રથમ વખત એક દિવસમાં 3 લાખથી વધુની રિકવરી
રિકવરીની દ્રષ્ટિએ શનિવારનો દિવસ સારો હતો. પ્રથમ વખત, એક જ દિવસમાં 3 લાખથી વધુ લોકો સાજા થયા. આ દરમિયાન સાજા થનાર લોકોની સંખ્યા 3 લાખ 8 હજાર 522 રહી હતી. અત્યાર સુધી દુનિયાના કોઈ દેશમાં એકસાથે આટલા દર્દી સાજા થયા નથી. આ પહેલા શુક્રવારે 2.99 લાખ લોકો સાજા થયા હતા.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.92 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,684

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 3.08 લાખ

અત્યાર સુધીમાં કુલ કેસ: 1.95 કરોડ

અત્યાર સુધી સાજા થયા: 1.59 કરોડ

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.15 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 33.43 લાખ

કોરોના અપડેટ્સ

  • શનિવારે જર્મનીએ 120 વેન્ટિલેટર ભારત મોકલ્યા હતા. આવતા અઠવાડિયે જર્મનીથી 13 ટેકનિકલ ટીમો મોબાઇલ ઓક્સિજન પ્રોડકશન એન્ડ ફિલિંગ પ્લાન્ટ લઈને આવશે. ભારતમાં આ માટેનો તાલીમ કાર્યક્રમ શરૂ કરશે.
  • દિલ્હીની મેક્સ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કામ કરતા ડોક્ટર વિવેક રાયે કથિત રીતે આત્મહત્યા કરી છે. તેઓ દક્ષિણ દિલ્હીના માલવીય નગરમાં ભાડે મકાનમાં રહેતા હતા. યુ.પી.ના ગોરખપુરના રહેવાસી વિવેકે તાજેતરમાં જ લગ્ન કર્યાં હતાં. તેની પત્ની બે મહિનાની ગર્ભવતી છે.
  • ગોવામાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને સોમવાર સવારથી 4 દિવસનું લોકડાઉન લગાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારમાં પ્રધાન માઇકલ લોબોએ જણાવ્યું હતું કે સુપર માર્કેટ, શાકભાજીની દુકાનો, કરિયાણાની દુકાન અને માછલીની દુકાન સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી છે.
  • અમેરિકાએ પોતાને ત્યાં 4 મે થી ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકન વહીવટીતંત્રે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
  • વાયુસેનાએ સિંગાપોરથી ચાર ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરોને એરલિફ્ટ કર્યા છે. આજે વધુ ચાર કન્ટેનર લાવવામાં આવશે. આ સાથે શુક્રવારે એરફોર્સે નાગાલેન્ડના દિમાપુરમાં એક ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી સાધનો મોકલ્યા હતા.
ફોટો દિલ્હીના ગાજીપુર ઘાટનો છે. અહીં દરરોજ સતત 24 કલાક લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
ફોટો દિલ્હીના ગાજીપુર ઘાટનો છે. અહીં દરરોજ સતત 24 કલાક લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

મુખ્ય રાજયોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર

શનિવારે 63,282 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 61,326 લોકો સ્વસ્થ થયા અને 802 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 46 લાખ 65 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાંથી 39.30 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 69 હજાર 615 લોકોનાં મોત નીપજ્યાં છે. 6 લાખ 63 હજાર 758 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
અહીં શનિવારે 30,180 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 38,826 લોકો સાજા થયા અને 304 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 82 હજાર લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમની વચ્ચે 9 લાખ 67 હજાર સાજા થયા છે, જ્યારે 12,874 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. 3 લાખ 01 હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

3. દિલ્હી
શનિવારે, 25,219 લોકો દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 27,421 લોકો સ્વસ્થ થયા અને 412 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 11 લાખ 74 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાં 10 લાખ 61 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 16,559 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 96,747 ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ
શનિવારે, 15,902 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 13,532 લોકો સ્વસ્થ થયા અને 229 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 44 હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 6 લાખ14 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 8,810 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1 લાખ 21 હજારની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
શનિવારે રાજ્યમાં 13,847 લોકો પોઝિટિવ મળ્યા હતાં. 10,582 લોકો સ્વસ્થ થયા અને 172 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 5 લાખ 81 હજાર 624 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 4 લાખ 29 હજાર 130 લોકો સાજા થયા છે, જ્યારે 7,355 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1,45,139 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
શનિવારે રાજ્યમાં 12,379 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 14,562 લોકો સ્વસ્થ થયા અને 102 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 5 લાખ 75 હજાર 706 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 4 લાખ 81હજાર 477 લોકો સાજા થયા છે, જ્યારે 5,718 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 88,511 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here